Team Chabuk-Gujarat Desk: AGB શિપયાર્ડ અને તેના અનેક નિર્દેશકો પર કથિત રીતે 28 બેંકો પાસેથી 22,842 કરોડ રૂપિયાની છેતરપિંડી કર્યાંનો આરોપ લાગ્યો છે. કેન્દ્રિય તપાસ એજન્સીનું કહેવું છે કે એજીબી શિપયાર્ડ અને તેમના ડાયરેક્ટર્સ ઋષિ અગ્રવાલ, સંથનમ મુથુસ્વામી અને અશ્વિની અગ્રવાલે બેંક સાથે 22 હજાર કરોડથી વધારે રૂપિયાની છેતરપિંડી કરી છે.
એજીબી શિપયાર્ડ અને તેની ફ્લેગશિપ કંપની જહાજના નિર્માણ અને તેના સમારકામનો વેપાર કરે છે. શિપયાર્ડ ગુજરાતના દહેજ અને સુરતમાં સ્થિત છે. એસબીઆઈની ફરિયાદ અનુસાર, કંપનીએ તેની પાસેથી 2925 કરોડ રૂપિયાનું ઋણ લીધું હતું. જ્યારે આઈસીઆઈસીઆઈ પાસેથી 7089 કરોડ, આઈડીબીઆઈ પાસેથી 3634 કરોડ, બેંક ઓફ બરોડા પાસેથી 1614 કરોડ, પીએનબી પાસેથી 1244 કરોડ અને આઈઓબી પાસેથી 1228 કરોડ રૂપિયાનું એરિયર્સ છે.
અર્નેસ્ટ એન્ડ યંગની 18 જાન્યુઆરી 2019ના રોજ સોંપવામાં આવેલી ફોરેન્સિક રિપોર્ટના ઓડિટ ( એપ્રિલ 2012થી જુલાઈ 2017)થી માહિતી મળી છે કે આરોપીઓએ ષડયંત્ર રચી અને પૈસાનું બીજી જગ્યાએ સ્થાનાંતરણ, અનિયમિતતા કરી અને અપરાધિક ષડયંત્ર રચ્યું. સીબીઆઈ દ્વારા નોંધવામાં આવેલી એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્રિય તપાસ એજન્સીનું કહેવું છે કે આ છેતરપિંડી ફંડનું ડાયવર્ઝન, નાણકિય અનિયમિતતા અને બેંકના ફંડની કિંમત પર ગેરકાયદેસર ગતિવિધિઓ દ્વારા કરવામાં આવી.
કેન્દ્રિય તપાસ બ્યૂરોએ આ સમગ્ર ઘટનામાં આગળની તપાસ હાથ ધરી છે. તમામ સંબંધિત દસ્તાવેજોના ખાંખાખોળા કરવામાં આવી રહ્યા છે. આ પૂર્વે હીરા વેપારી નીરવ મોદી દ્વારા પંજાબ નેશનલ બેંકની સાથે 14 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ ચર્ચામાં આવ્યો હતો. નીરવ મોદીની દેશ અને વિદેશમાં અસંખ્ય સંપત્તિઓ જપ્ત કરવામાં આવી ચૂકી છે. તેને લંડનથી ભારતમાં પ્રત્યાર્પિત કરવાના પ્રયાસો પણ ચાલી રહ્યા છે. બીજી બાજુ માલ્યાએ પણ આશરે 9 હજાર કરોડ રૂપિયાની બેંકની સાથે કરેલી છેતરપિંડી સમાચારમાં હજુ કાયમ છે. તેને પણ ભારતમાં સોંપવાની હિલચાલ અંતિમ ચરણ પર છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત