Homeગુર્જર નગરીજૂનાગઢઃ દામોદર કુંડમાં ડૂબી જતા બે વર્ષના બાળકનું મોત, પિતૃ તર્પણ માટે...

જૂનાગઢઃ દામોદર કુંડમાં ડૂબી જતા બે વર્ષના બાળકનું મોત, પિતૃ તર્પણ માટે આવ્યો હતો પરિવાર

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢના પવિત્ર દામોદર કુંડમાં બે વર્ષનું બાળક પાણીમાં ડૂબી જતા મોત થયું છે. માણાવદરથી એક પરિવાર પિતૃ તર્પણ માટે દામોદર કુંડ આવ્યો હતો. જેમની સાથે એક બે વર્ષનું બાળક પણ હતું. જો કે, કોઈ કારણસર બાળક દામોદર કુંડમાં પડી ગયું હતું. આ દુર્ઘટનામાં ડૂબી જતા 2 વર્ષના માસૂમનું મોત થયું છે.

મહત્વનું છે કે હાલ ગીરના જંગલોમાં ઉપરવાસમાં સારો વરસાદ થઈ રહ્યો છે. જેને લઈને દામોદર કુંડમાં પાણીની આવક સારી રહે છે. દામોદર કુંડમાં પાણીનો વેગ વધુ હોવાથી બાળક તણાયું હોવાનું અનુમાન છે. બીજી તરફ ફાયર વિભાગને જાણ થતા એક ટીમ તાત્કાલિક દામોદર કુંડ પર પહોંચી હતી અને બાળકની શોધખોળ શરૂ કરી હતી.

કુંડમાં શોધખોળ કરતા ફાયર વિભાગની ટીમને બાળકનો મૃતદેહ મળ્યો હતો. બે વર્ષના બાળકનું આવી રીતે અચાનક મોત થતા માંગરોળથી આવેલો પરિવાર ચોધાર આંસુએ રડ્યો હતો. દામોદર કુંડ આસપાસ ગમગીની છવાઈ હતી.

Two-year-old child dies after drowning in Damodar kund at junagadh

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments