Team Chabuk-Gujarat Desk: કચ્છના ભુજના માનકુવા પાસે બેફામ દોડતા ટ્રકે બે યુવકોનો ભોગ લીધો છે. ભુજના માનકુવા પાસે ટ્રકની હડફેટે બાઈક પર જઈ રહેલા બે યુવકોના મોત નિપજ્યા છે. ભુજ તાલુકાના નગીયારી ગામના બે યુવકોના મોત થતા ભુજ વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બન્ને યુવકોના મૃતદેહને પોસમોર્ટમ માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવા આવ્યા હતા. જ્યાં વહીવટી પ્રક્રિયા બાદ યુવકોના મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે. આ અંગેની વિધિવત ફરિયાદ યુવકોની દફનવિધિ બાદ કરવામાં આવશે એવું માનકુવા પોલીસે જણાવ્યું હતું.

ગઈકાલે શુક્રવારે બપોરના સુમારે 11.17 વાગ્યાના અરસામાં માનકુવા પાસેના ધોરીમાર્ગ પર ભૂમિ પેટ્રોલ પમ્પ સામે ટ્રક હડફેટે બાઈક ચઢી જતા બાઈક પર સવાર ભુજના નાગીયારી ગામના 20 વર્ષીય ઈલિયાસ રફીક પાયા અને 21 વર્ષીય આલ્ફાઝ અલ્લારખા બાફળાને ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ બન્નેના મોત થઈ ગયા હતા.આ અંગેની વિધિવત ફરિયાદ હવે નોંધાશે હાલ પ્રાથમિક માહિતીના આધારે અકસ્માતે મોતની રાહે તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતક યુવાનોના મૃતદેહને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ તેમના પરિજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. ઉલ્લેખનીય છે કે કચ્છમાં બેફામ દોડતા માલવાહક વાહનોના કારણે સર્જાતા અકસ્માતમાં નિર્દોષ લોકોના જીવ લેવાઈ રહ્યા છે. ત્યારે સ્થાનિક લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે.
મહત્વનું છે કે, કચ્છમાં બેફામ દોડતા માલવાહક વાહનોના કારણે ગંભીર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ગત સપ્તાહે જ ભુજના પાલારા જેલ નજીક ત્રિપલ અકસ્માતમાં બાઈક સવાર બે યુવકોના મોત થયા હતા ત્યાં ફરી ભુજના માનકુવા નજીક ટ્રકની અડફેટે વધુ બે યુવકોના મોત નિપજ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
