Team Chbuk-Gujarat Desk: જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વત પરની રોપ-વે સેવા સતત બીજા દિવસે બંધ રાખવામાં આવી. પ્રતિકૂળ વાતાવરણના કારણે આ નિર્ણય ક રાયો. ગિરનાર પર ભારે પવન ફૂંકાતા સંચાલકોએ રોપ-વે સેવા બંધ રાખવાની ફરજ પડી. છેલ્લા બે દિવસથી ખૂબ જ તીવ્ર ગતિથી પવન ફૂંકાતા રોપ-વે સેવા બંધ કરવામાં આવી છે. રોપ-વે સેવા ખોરવાતા મોટી સંખ્યામાં લોકો પગથિયાના માધ્યમથી ગિરનાર સર કરતા જોવા મળ્યા. સંચાલકોએ જણાવ્યું કે, પવનની ગતિ ધીમી પડતા રોપ-વે સેવા ફરી કાર્યરત કરવામાં આવશે.
જૂનાગઢમાં બે દિવસથી વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. સાથે જ ખૂબ જ તેજ ગતિથી પવન ફુંકાઇ રહ્યો છે. ત્યારે ભારે પવન ફૂંકાવાને પગલે રોપ વે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફરી ક્યારે રોપ વે સેવા શરુ થશે, તેની કોઈ જ જાણકારી ન હોવાથી શ્રદ્ધાળુઓને રોપ વે સેવા શરુ થવાની રાહ જોવી કે નહીં તેની દુવિધામાં મુકાયા છે. રોપ-વે સેવા બંધ હોવાથી કેટલાક લોકો તો ગિરનાર પર્વત સુધી આવીને પરત ફર્યા હતા.
આ અગાઉ અનેક વાર ભારે પવન અને વરસાદમાં પણ અનેક વાર ઘણા દિવસો સુધી ગિરનાર રોપ-વે સેવા બંધ રાખવાની સ્થિતિ ઉદભવી છે. હવામાન વિભાગનું માનીઓ તો ગુજરાતમાં 28 અને 29 મે એ રાજ્યમાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, ભરૂચ, અમરેલી, રાજકોટ, ભાવનગરમાં વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. તો આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં ભારે પવન ફુંકાવાની આગાહી આપવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત