Homeગુર્જર નગરીજેતપુરમાં ટ્રેનની નીચે પડતું મૂકી બે યુવકોએ કરી આત્મહત્યા

જેતપુરમાં ટ્રેનની નીચે પડતું મૂકી બે યુવકોએ કરી આત્મહત્યા

Team Chabuk-Gujarat Desk: જેતપુર નજીક ટ્રેનની નીચે ઝંપલાવીને બે યુવકોએ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના આજે સવારે બની હતી. જેમાં જેતપુર નજીક ભાદરના મોટાપુલ પાસે આજે સવારે ટ્રેન નીચે ઝંપલાવી બે યુવકોએ આત્મહત્યા કરી લીધી છે. પોલીસે યુવકોના મૃતદેહને પી.એમ. માટે ખસેડી તેની ઓળખ કરવા માટેની તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે જેતપુર નજીક આવેલાં ભાદરના મોટાપુલ ઉપર આજે સવારના સમયે પસાર થતી રાજકોટ-પોરબંદર ટ્રેન હેઠળ ઝંપલાવી બે યુવકોએ આત્મહત્યા કરી લીધી છે. આ બનાવની જાણ થતાંની સાથે જ રેલવે પોલીસ અને જેતપુર તાલુકા પોલીસ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. આ બન્ને યુવકોના મૃતદેહને જેતલસર લઈ આવવામાં આવ્યા હતા. રેલવે વિભાગ દ્વારા મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને આત્મહત્યા કરનાર બન્ને યુવકોની ઓળખ કરવા માટે તજવીજ હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, બન્ને મૃતક યુવકો પરપ્રાંતીય હોય તેવું લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે સાંજે પણ જેતપુરમાં અમદાવાદ ઇન્ટરસિટી ટ્રેન હેઠળ પડતું મૂકીને પરપ્રાંતીય શ્રમિકે આત્મહત્યા કરી લીધી હતી. આમ 24 કલાકની અંદર ત્રણ યુવકોએ ટ્રેન હેઠળ પડતું મૂકી મોતને વ્હાલુ કર્યું છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments