Homeગામનાં ચોરે70 વર્ષ બાદ ભારતની ધરતી પર આવ્યા ચિત્તા, વડાપ્રધાને કુનો નેશનલ પાર્કમાં...

70 વર્ષ બાદ ભારતની ધરતી પર આવ્યા ચિત્તા, વડાપ્રધાને કુનો નેશનલ પાર્કમાં ચિત્તાને છૂટા મૂક્યા

Team Chabuk-National Desk: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે 72મો જન્મદિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નામીબિયાથી આવેલા આઠ ચિત્તાઓને મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં છૂટા મૂક્યા છે. આ પ્રસંગે વડાપ્રધાને વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી પણ કરી. 5 માદા અને 3 નર ચિત્તાને લઈને આજે સવારે નાબીબિયાથી ખાસ વિમાન ગ્વાલિયરમાં લેન્ડ થયું હતું. જ્યાંથી ચિનૂક હેલિકોપ્ટર દ્વારા તેમને કૂનો નેશનલ પાર્ક લાવવામાં આવ્યા હતા. 

કૂનો નેશનલ પાર્કમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લિવર ઘૂમાવીને નામીબિયાથી આવેલા આઠ ચિત્તાને છોડી મૂક્યા હતા. ત્યારબાદ તેમણે કેમેરા લઈને આ ચિત્તાની તસવીરો લીધી. આઠ ચિત્તા હાલ ક્વોરન્ટાઈન વાડામાં રહેશે. તેમના ખાવા માટે વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 

ચિત્તા પિંજરામાંથી બહાર આવતાં જ અજાણ્યા પાર્કમાં થોડા ભયભીત પણ જણાઈ રહ્યા હતા. પિંજરામાંથી બહાર આવતાં જ એમણે અહીં-તહીં નજર ફેરવી અને દોડવા લાગ્યા હતા. ચિત્તાઓના ચહેરા પર લાંબી યાત્રાનો થાક સ્પષ્ટ દેખાતો હતો.

ચિત્તા બહાર આવતાં જ નરેન્દ્ર મોદીએ તાળી પાડીને તેમનું સ્વાગત કર્યું હતું. મોદીએ કેટલાક ફોટા પણ ક્લિક કર્યા હતા. મોદી 500 મીટર ચાલીને સ્ટેજ પર પહોંચ્યા હતા. તેમની સાથે રાજ્યપાલ મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ હતા. તેમણે ચિત્તા મિત્ર ટીમના સભ્યો સાથે પણ વાત કરી હતી. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ જન્મદિવસ પણ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments