Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં રસ્તે રખડતાં ઢોરના કારણે અનેક વખત અકસ્માત સર્જાય છે અને લોકો જીવ પણ ગુમાવી રહ્યા છે. ત્યારે ઊનામાં આવી જ રીતે એક વૃદ્ધે જીવ ગુમાવ્યો છે. ઊનામાં એક આખલાએ વૃદ્ધ મહિલા પર હુમલો કરતાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધાનું મોત થયું છે. આખલાએ વૃદ્ધાના પેટમાં શીંગડા મારી આંતરડા બહાર કાઢી નાખતા વૃદ્ધા તરફડીને મોતને ભેટ્યા છે. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આરોપ છે કે રસ્તા પર રખડતાં ઢોર અડીંગો જમાવીને બેઠા હોય છે છતાં સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી.
આ ઘટના ઊનાના પાલડી ગામે બની છે, આખલાનો આતંક જોવા મળ્યો છે. ઊનાના રસ્તાઓ પર પણ રખડતા ઢોરોનું સામ્રાજ્ય જોવા મળે છે. ઊનાના પાલડી ગામે વાસ વિસ્તારમાં રહેતા કમરણબેન બાબરીયા નામના વૃદ્ધા 65 વર્ષની ઉંમરના છે. તેઓ પોતાના ઘરની બહાર જ કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક રખડતો આખલો ત્યાં આવી ચઢ્યો હતો અને આખલાએ કરમણબેનને શીંગડા માર્યા હતા. આખલાનો હુમલો એટલો જોરદાર હતો કે, વૃદ્ધાના પેટના આંતરડા બહાર આવી ગયા હતા. આ ઘટના બાદ આસપાસના લોકો મદદે આવ્યા હતા, તેઓએ મહામહેનતે આખલાને દૂર કરીને કરમણબેનને છોડાવ્યા હતા. કમરણબેનને રસ્તા પર જ તરફડિયા મારતા જીવ છોડ્યો હતો.
બીજી તરફ, વૃદ્ધાના મોતથી ગ્રામજનોમાં આખલાને લઈ ભયનો માહોલ ફેલાયો હતો. લોકોએ ગાંડા થયેલા આખલાને કાબૂમાં પ્રયાસ કર્યો હતો, પણ આખલો કાબૂમાં આવ્યો ન હતો. આખલો બળ કરીને છૂટી ગયો હતો. ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરાઈ હતી. તો નવાબંદર મરીન પોલીસે ધટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
