Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથ જિલ્લામાં અંબુજા સિમેન્ટ કંપની સામે ખેડૂતોની મોટી જીત થઈ છે. અંબુજા સિમેન્ટ કંપનીને કૃષિલક્ષી કુલ ૫૯૧ હેક્ટર જમીનમાં લાઈમ સ્ટોન ખનીજનું માઈનીંગ કરવાની પરવાનગી કેન્દ્રનાં પર્યાવરણ જળ વાયુ હવામાન ફેરફાર મંત્રાલયે વર્ષ ૨૦૧૬માં આપી હતી. જે મંજુરી સામે લોઢવા ગામના ખેડૂતો એકજુટ થઈ કિસાન સંઘર્ષ સમિતિ નામની બિનસરકારી સંસ્થા સ્થાપી અંબુજા કંપની સામે ન્યાયિક લડત લડવાનું નક્કી કર્યું હતું. આ મામલે એન.જી.ટી કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવેલી હતી જેનો જાન્યુઆરી ૨૦૧૯નાં અંતિમ ચુકાદામાં ખેડૂતો, વન્યજીવ, નદી-નાળા, પાણી, ખેતી, સમુદ્ર, તેમજ ઘણી મહત્વપૂર્ણ બાબતો ઉપર થનાર વિપરીત અસરોને ધ્યાનમાં રાખ્યા વગર ચુકાદો આપતા આ ચુકાદા સામે કિસાન સંઘર્ષ સમિતિએ સર્વોચ્ચ ન્યાયાલય સુપ્રીમ કોર્ટમાં વર્ષ ૨૦૧૯ અપીલ દાખલ કરી હતી.
આ અંગે સુનાવણી તારીખ ૧૦ ડીસેમ્બરનાં રોજ જસ્ટીસ ઇન્દિરા બેનર્જી તથા જસ્ટીસ જે.કે મહેશ્વરીની સંયુક્ત બેચ સમક્ષ થઈ હતી. આ સુનાવણીમાં સંસ્થા વતિ ઉઠાવેલા મુદ્દાઓમાં મુખ્યત્વ ક્લસ્ટર માઈનીંગની બાબત કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ અહેવાલમાં બતાવવામાં આવેલ ન હોય તેથી સમગ્ર અસરગ્રસ્ત વિસ્તારમાં ક્લસ્ટર માઈનીંગથી થનાર અસરો તેમજ મંજુર થયેલ લીઝ વિસ્તાર અને તેમના દસ કિલોમીટર ત્રિજીયામાં વસવાટ કરતા વન્યજીવો ઉપર પડનાર અસરોની દલીલો થયેલ જે દલીલોને અંતે અંબુજા સિમેન્ટ કંપની સહિત તમામ સરકારી વિભાગોને નોટીસ પાઠવી સવિસ્તાર સુનાવણી કરવાનો હુકમ કરવામાં આવેલ છે.
કેસમાં ઉપસ્થિત કરવામાં આવેલા સવાલો પ્રમાણે પર્યાવરણ, ઇકોલોજી, કોસ્ટલ લાઇન, જળચર અને દરિયાઇ જીવન, વન્યજીવ અને માનવી તેમજ ૩૦ હજાર વૃક્ષોનું નિકંદન કાઢવા સાથે, દરિયાઈ કાચબાના પ્રજલન માટેનાં મેદાનોને નુકશાન પહોચાડવા, તેમજ વડોદરા ઝાલા બંધારાનાં મહેમાન બનતા વિદેશી પક્ષીઓ તેમજ તેમના માળાઓ નુકશાની ન પહોચે તે માટે ખાણકામના કચરાના વૈજ્ઞાનિક નિકાલ માટે કોઈ યોજના ન હોવા તેમજ ભૂગર્ભ જળને નુકસાન, , પ્રદૂષણ નિયંત્રણ ઉપકરણોની સ્થાપના ન કરવી, વૃક્ષો માટે કોઈ પુન: રોપણી યોજના ન બનાવવી, ખાણકામ સ્થળ પર ડીજી સેટની ગેરકાયદેસર કામગીરી, તેમજ જે જમીન માઈનીંગમાં નષ્ટ થવાની છે તેમના માટે જમીનની ટોચની જાળવણી યોજનાનાં ઉપસ્થિત થતા પ્રશ્નો, ખેડૂતોની ખેતી લાયક જમીન ઉપર પરિવહન અને ખાણકામમાંથી ફેલાતી ધૂળને કારણે પાકને થતા નુકસાન માટે નિવારણ યોજના ન બનાવી હોવાથી, હવા અને અવાજનું પ્રદૂષણ. વાહનો અને ઉત્ખનન, ગામના મહેસૂલ નકશામાં ફેરફાર થવાની સંભાવનાઓ અને કુદરતી પાણીના સ્થાનમાં ફેરફાર થવાની શક્યતાઓ તેમજ અડધોઅડધ ખાણકામ અનામત જંગલની જમીન પર પ્રસ્તાવિત થવાનું હોય, આના કારણે આ વિસ્તારની ધરતી માતાને ધરમૂળથી બદલી નાખશે જે સમગ્ર લોઢવા ગામના સામાજિક-પારિસ્થિતિક સંતુલનને વધુ નુકસાન પહોંચાડશે. આવા મુદ્દાઓ માટે પર્યાવરણ મંજુરી આપવામાં આવેલ છે તે તદ્દન ગેરબંધારણીય હોવાની પ્રતીતિ કરાવે છે.
તેમજ સીઆરઝેડ નોટિફિકેશન-1991 ની ખામીઓને દૂર કરવા અને વધુ સારી રીતે અમલીકરણ માટે કેન્દ્ર સરકાર, દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા માછીમાર સમુદાયો અને અન્ય સ્થાનિક સમુદાયોને આજીવિકાની સુરક્ષા સુનિશ્ચિત કરવા, દરિયાકાંઠાના વિસ્તારોના સંરક્ષણ અને રક્ષણ માટે, તેના અનન્ય પર્યાવરણ અને તેનો દરિયાઈ વિસ્તાર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં કુદરતી જોખમોના જોખમો, ગ્લોબલ વોર્મિંગને કારણે દરિયાની સપાટીમાં વધારો, આથી દરિયાકાંઠાના વિસ્તારોને ધ્યાનમાં લઈને વૈજ્ઞાનિક સિદ્ધાંતો પર આધારિત ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન તરીકે આંદામાન અને નિકોબાર અને લક્ષદ્વીપના ટાપુઓ અને આ ટાપુઓની આસપાસના દરિયાઈ વિસ્તારોને છોડીને તેની પ્રાદેશિક જળ મર્યાદા સુધીનો જળ વિસ્તાર અને કોઈપણ ઉદ્યોગ, કામગીરી અથવા પ્રક્રિયાઓ અને ઉત્પાદનના સ્થાપન અને વિસ્તરણને પ્રતિબંધિત કરવા માંગ કરવામાં આવેલ, ગુજરાતના દરિયાકાંઠાનો વિસ્તાર વ્હેલ શાર્ક માટે સારી રીતે સ્થાપિત આશ્રયસ્થાન છે અને હાલનો ખાણકામ પ્રોજેક્ટ પણ ગામ-લોઢવાના સીઆરઝેડ ઝોનમાં પ્રસ્તાવિત છે, જ્યાં વ્હેલ શાર્કને જોવા અને શિકાર કરવાની સંખ્યાબંધ ઘટનાઓ નોંધવામાં આવી છે. તેથી વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા, ટાટા કેમિકલ્સ અને ગુજરાત સરકારના વિવિધ વિભાગોએ વ્હેલ શાર્કના સંરક્ષણની યોજના તૈયાર કરી છે. તેમજ આ ખાણ યોજનાથી આ વિસ્તારની ખેતીલાયક જમીનો ઉપર પણ વિઘાતક અસરો થવાની હોય જે વિસ્તાર ખાણ વિસ્તારની બહાર છે તેવી ખેતી લાયક જમીનો ઉપર અસરો થવાની સંભાવનાઓ રહેલી છે તેવા સંજોગોમાં ઓછામાં ઓછી નુકશાની થાય તેમને નિવારી શકાય તે માટે ચોક્કસ યોજના બનવવામાં આવેલ ન હોવાથી આવા મહત્વના મુદ્દાઓ બાબતે કોર્ટમાં સંસ્થાનાં વકીલ દ્વારા દલીલો કરવામાં આવી હતી.
આમ સર્વોચ્ચ અદાલતના હુકમથી સમગ્ર લોઢવા ગામના ખેડૂતોમાં ખુશીનો માહોલ પ્રસરી ગયો છે અને ખેડૂતો તથા ગામના નાગરિકોએ ફટકાડા ફોડી આતશબાજી કરી મીઠાઈ વહેંચી ચુકાદાને વધાવવામાં આવ્યો હતો. કિસાન સંઘર્ષ સમિતિ વતિ વકીલ નીતિન લોનકરએ ખેડૂતો-ખેતી અને વન્યજીવ તેમજ અન્ય પ્રશ્નો બાબતે ન્યાય આપવા પક્ષ રાખવામાં આવ્યો હતો. આ કેસ બાબતે આગળની સુનાવણી જાન્યુઆરી ૨૦૨૨માં યોજાશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
