Homeગુર્જર નગરીસુરત: યુવક વિમલ ગુટકા થૂંકવા ગયો અને મૃત્યુ પામ્યો

સુરત: યુવક વિમલ ગુટકા થૂંકવા ગયો અને મૃત્યુ પામ્યો

Team Chabuk-Gujarat Desk: વ્યસન મોત નોતરે છે. વહેલા કે મોડું. લોકો ગુટકા નથી ખાતા હોતા પણ ગુટકા તેને ખાતી હોય છે. આવું સાંભળો તો મગજમાં એક જ વિચાર આવે કે કેન્સરની વાત થઈ રહી છે. પણ એક વ્યક્તિને ગુટકાનું વ્યસન થૂંકવામાં ભારે પડી ગયું. ઓલપાડા અંભેટા ગામ નજીક જાનૈયાઓથી ભરેલી બસ જઈ રહી હતી. એક યુવક વિમલ ગુટકા થૂંકવા માટે આવ્યો. તે થૂંકવા ગયો અને કોઈ રીતે હાથની પકડ છૂટી જતા બસમાંથી ફંગોળાય ગયો. તેને 108ની મદદથી સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જોકે તેનું મોત થઈ ગયું હતું. મૃતકનું નામ ભુપેન્દ્ર સુરતી હોવાનું સામે આવ્યું છે.

આ બસના ચાલકનું નામ વિપુલ ચૌધરી છે. ભુપેન્દ્રના તેઓ પાક્કા મિત્ર છે. લગ્નની સીઝન હોવાથી અને કામથી કંટાળી ગયો હોવાના કારણે ભુપેન્દ્ર તેમના મિત્ર વિપુલની સાથે ફરવા માટે જ આવ્યો હતો. તેણે વિપુલની પાસે રહેલ વિમલ ખાધી હતી અને થૂંકવા જતા કોઈ રીતે લપસી ગયો હતો. વિપુલે તાત્કાલિક બ્રેક મારી હતી અને તેને બચાવવા બસ ઉભી રાખી દીધી હતી.

સેરવા ગામથી લગ્નપ્રસંગ પૂર્ણ થયા બાદ જાનૈયાઓથી ભરેલી બસ લઈ ઓલપાડના સિદ્ધનાથ મહાદેવના મંદિરમાં તેઓ આવી રહ્યા હતા. યુવક નીચે પડી જતા બસમાં ચીચીયારીઓ પડવા લાગી હતી અને શોરબકોર થઈ ગયો હતો. બસ ઉભી રાખવામાં આવી હતી અને 108ને ફોન જોડી તેને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો.

મૃતક ભુપેન્દ્ર સુરતનીના નાના ભાઈ રણજિતે જણાવ્યું કે એણે છૂટાછેડા લીધેલા છે. સંતાનમાં બાર વર્ષનો પુત્ર છે. માતા અને નાના ભાઈ એટલે કે રણજીતની સાથે રહેતો હતો. મંગળવારના રોજ તે પોતાના મિત્રની સાથે ગયો હતો પરંતુ બુધવારના મળસ્કે તેના અકસ્માતની જાણ પરિવારને કરવામાં આવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments