Team Chabuk-Gujarat Desk: કોરોનાકાળને એક વર્ષ પૂરું થઈ ગયું છે. વર્ષ 2020 વિદ્યાર્થીઓ માટે નુકસાનકારક રહ્યું. શાળા અને કોલેજ બંધ હોવાના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડ્યો. શાળા અને કોલેજ ફી મુદ્દે પણ ખુબ વિવાદ થયો. આખરે સરકારે શાળા સંચાલકો સાથે બેઠક કરીને ફીનો વિવાદ ઉકેલ્યો. જો કે, કોલેજ માટે પ્રશ્ન જૈસે થે જ રહ્યો. હવે ફરીથી કોરોનાએ માથું ઉચક્યું છે અને ફરી સ્થિતિનું પૂનરાવર્તન થઈ રહ્યું છે. આવી જ રીતે ફીનો મુદ્દો પણ ફરી એકવાર ઉઠ્યો છે.
SSDની દાદાગીરી
ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકાનની શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ (SSD) આર્ટ્સ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ ઊના પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું છે અને કોલેજની ફી માફ કરવા રજૂઆત કરી છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, કોલેજના સંચાલકો ફી ભરવા દબાણ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે, સંચાલકો તરફથી કહેવાયું છે કે જો ફી નહીં ભરો તો પરીક્ષા નહીં આપી શકો. તેમને 8 એપ્રિલ છેલ્લી તારીખ આપવામાં આવી છે. ત્યારબાદ લેટ ફી પણ ઉઘરાવવાની ચીમકી આપી છે.
માત્ર યુટ્યૂબ વીડિયો ફોરવર્ડ કરતાંં
વિદ્યાર્થીઓનું કહેવું છે કે, અમને અભ્યાસ નથી કરાવાયો તો અમે ફી શા માટે ભરીએ ? આ ઉપરાંત આરોપ એવો પણ છે કે, કોરોનાકાળ દરમિયાન ઓનલાઈન શિક્ષણ ચાલું હતું જો કે, તેમાં પણ કોલેજના સંચાલકો માત્ર યુટ્યૂબ ચેનલના વીડિયો જ ફોરવર્ડ કરતાં હતા. ફેસ ટુ ફેસ તેમને ક્યારેય ભણાવ્યા નથી. વિદ્યાર્થીઓએ કહ્યુ કે, ફેસ ટુ ફેસ અભ્યાસ ન થતો હોવાથી કેટલીય મુંઝવણ રહેતી હતી. અમારે પ્રશ્નો હતા પરંતુ વન વે એજ્યુકેશનના કારણે તેમાં પણ પરેશાની થઈ હતી.
એક સત્રની ફી માફ કરવા રજૂઆત
વિદ્યાર્થીઓની એક સત્રની ફી 3500 રૂપિયા છે. બે સત્રની ફી કુલ 7 હજાર રૂપિયા છે. જેમાંથી એક સત્રની ફી વિદ્યાર્થીઓએ અગાઉ ભરી દીધી છે અને એક સત્રની ફી બાકી છે. આ અંગે વિદ્યાર્થીઓએ શાળા સંચાલકોને રજૂઆત કરી હતી પરંતુ સંચાલકોએ આ બાબતે કહ્યું હતું કે ઉપરથી જે નક્કી થશે તે પ્રમાણે ફી ભરવાની થશે. આવા ઉડાવ જવાબથી વિદ્યાર્થીઓએ આખરે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સુધી પોતાનો અવાજ પહોંચાડવાની કોશિશ કરી છે.
પરીક્ષા ફી ભરવા વિદ્યાર્થીઓ તૈયાર
વિદ્યાર્થીઓનું કહેવું છે કે, કોલેજ સંચાલકો પહેલાં વર્ષના અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને કોલેજ પર બોલાવી અભ્યાસ કરાવતા હતા પરંતુ અમારી પરીક્ષા નજીક આવી ગઈ હોવા છતાં અમને એક પણ વાર કોલેજે બોલાવ્યા નથી અને હવે જ્યારે કોલેજ સંચાલકોને ફી જોઈએ છે ત્યારે અમને બોલાવી રહ્યા છે. વિદ્યાર્થીઓએ કહ્યું કે, અમે પરીક્ષા ફી ભરવા તૈયાર છીએ પરંતુ આ જે 3500 રૂપિયાનો બોજો છે તે ભરવા તૈયાર નથી.
ઉગ્ર આંદોલનની ચીમકી
કોલેજ દ્વારા થયેલા અન્યાય મુદ્દે વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે અને હવે લડી લેવાના મૂડમાં છે. વિદ્યાર્થીઓએ કહ્યું કે જો કોલેજ આવી જ દાદાગીરી કરશે અને આગામી સમયમાં જો આ સમસ્યાનો યોગ્ય ઉકેલ નહીં આવે તો તેઓ પણ ઉગ્ર આંદોલન કરશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત