Homeગામનાં ચોરેVIDEO: યુવક અને યુવતી દુકાનનું શટર પાડી અશ્લીલ હરકતો કરી રહ્યા છેની...

VIDEO: યુવક અને યુવતી દુકાનનું શટર પાડી અશ્લીલ હરકતો કરી રહ્યા છેની શંકા રાખી ઢોર માર માર્યો

Team Chabuk-National Desk: ઉતરપ્રદેશના બરેલીના હાફિઝગંજ વિસ્તારની આ ઘટના છે જ્યાં એક યુવતી યુવકને મળવા માટે ગઈ હતી અને દુકાનનું શટર બંધ કરી દીધું હતું. થોડી વારમાં ત્યાં ભીડ એકત્રિત થઈ ગઈ અને યુવક યુવતી અશ્લિલ હરકતો કરી રહ્યા છે તેની શંકાના આધારે ભીડ તેમની પીટાઈ કરવામાં લાગી ગઈ. તેમને એટલો મારા મારવામાં આવ્યો કે કપડાં સુદ્ધાં ફાટી ગયા. આ ઘટના સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોના કારણે સામે આવી. જેમાં બેકાબૂ થયેલી અને ભાન ભૂલેલી ભીડ ફક્ત શંકાના આધારે યુવક અને યુવતીની ધોલાઈ કરી રહી છે.

આ બંને યુવક યુવતી એક જ સમુદાયના છે અને બંને એક બુટીકમાં મળવા માટે આવ્યા હતા. દુકાનનું શટર અડધાથી વધારે નીચે નમેલું હતું. કેટલાક સ્થાનિક યુવકોએ આખેઆખુ શટર બહારથી પાડી દીધું. એ પછી ધીમે ધીમે કરીને લોકોની ભીડ એકઠી કરવામાં આવી. છોકરીને થપ્પડ મારવામાં આવી જ્યારે યુવકને એટલો બેરહેમીપૂર્વક મારવામાં આવ્યો કે તેની સ્થિતિ ખરાબ થઈ ગઈ અને કપડાં પણ ફાટી ગયા.

આ ઘટના અંગે એસએસપીએ જણાવ્યું કે, આ હાફિઝગંજ પોલીસ સ્ટેશનની ઘટના છે. સમગ્ર ઘટના સોશિયલ મીડિયાના માધ્યમથી ખબર પડી હતી. જેમાં એક યુવક અને યુવતી સાથે કેટલાક લોકો દુર્વ્યવહાર કરી રહ્યા હતા. માર મારી રહ્યા હતા. પોલીસે યુવતીના ભાઈના સ્ટેટમેન્ટના આધારે કેસ ફાઈલ કર્યો છે. તમામ આરોપીઓની ઓળખ પણ કરી લેવામાં આવી છે અને એકની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.

એસએસપીએ યુવક અને યુવતી અંગે કહ્યું કે, યુવક કપડાં સિવવાનું કામ કરતો હતો અને યુવતી દુકાનમાં તેને મળવા માટે આવી હતી. ભીડ જ્યારે તેમને મારી રહી હતી ત્યારે વચ્ચે કેટલાક એવા લોકો પણ હતા જે આ બંનેને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. એ પછી બેઉંને વિફરેલી ભીડમાંથી બહાર કાઢવામાં આવ્યા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments