Homeગુર્જર નગરીઊના: ચોરોએ ફરી એક ઘરને નિશાન બનાવ્યું, તિજોરી સફાચટ કરી નાખી

ઊના: ચોરોએ ફરી એક ઘરને નિશાન બનાવ્યું, તિજોરી સફાચટ કરી નાખી

Team Chabuk-Gujarat Desk: લગ્નની મૌસમ ચાલી રહી છે. લોકોએ સારા પ્રસંગમાં હાજરી પૂરાવવા માટે બહાર ગામ જવાનું હોય છે અને ત્યારે જ તસ્કરો કળા કરી જાય છે. ઘટના બની છે ઊના તાલુકામાં. જ્યાં પટેલ સોસાયટીની પાસે રહેતો એક પરિવાર લગ્ન પ્રસંગમાં હાજરી પૂરાવવા માટે ગયો હતો. ત્યારે પરિવારજનોની અનુપરસ્થિતિમાં ત્રાટકેલા તસ્કરોએ ઘરને નિશાન બનાવ્યું હતું. જોકે આ પ્રથમ વખત નથી. થોડા દિવસ પૂર્વે જ ઊના તાલુકાના વિદ્યાનગર નાગનાથ મંદિરની પાસે પણ બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.

ઊનાની પટેલ સોસાયટીની પાસે આવેલા પાતળેશ્વર મહાદેવના મંદિરની પાછળના ભાગે આવેલા ભાડાના મકાનમાં પ્રકાશભાઈ બાબુભાઈ વઘાસિયા રહે છે. તારીખ ત્રણ ફેબ્રુઆરીના રોજ આ પરિવાર ગીર ગઢડાના ફાટસર ગામે લગ્ન પ્રસંગમાં હાજરી પૂરાવવા માટે ગયો હતો. ત્યાંથી પરત આવતા તેમના મકાનનું તાળું તૂટેલું હતું. અને ઘરનો તમામ સામાન વેરવિખેર થયેલો પડ્યો હતો. ઘરની સ્થિતિ જોઈ પરિવારની આંખો ફાટી ગઈ હતી.

તસ્કરો પ્રકાશભાઈના ઘરના લોકરમાં રાખેલ રોકડ રૂપિયા 35 હજાર, ચાંદીના છડા જોડી એક નંગ, ત્રણ વીંટી અને નાકના સોનાના દાણા ત્રણ નંગ સહિતની 63,000ની કિંમતનો માલ ઉઠાવી રફુચક્કર થઈ ગયા હતા. ઘરમાં ત્રાટકનારા આ અજાણ્યા શખ્સોની વિરૂદ્ધ પ્રકાશભાઈએ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઊના શહેરીજનોનું કહેવું છે કે પોલીસે રાતના સમયે પેટ્રોલિંગ સઘન કરવાની આવશ્યકતા છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments