Homeગુર્જર નગરીઆગાહીઃ આ જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની શક્યતા

આગાહીઃ આ જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની શક્યતા

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં ઉનાળાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ગયો છે. પરંતુ ઉનાળાની શરૂઆતમાં જ ચોમાસાના એંધાણ વર્તાઈ રહ્યા છે. રાજ્યમાં કમોસમી વરસાદની (Rain) આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 3 માર્ચથી વાદળછાયું વાતાવરણ રહેશે અને 4 અને 5 માર્ચે કચ્છ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ પડી શકે છે. તો દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ માવઠું પડવાની સંભાવના છે. જ્યારે અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં કમોસમી વરસાદની આગાહીને પગલે પ્રશાસન સતર્ક બન્યુ છે. તંત્રએ ખેડૂતોને તૈયાર પાક ઉતારી લેવા, ખેત પેદાશો અને ઘાસચારાને સલામત સ્થળે ખસેડવા માટે સૂચના આપી છે.

માર્ચની શરૂઆત સાથે જ રાજ્યમાં ગરમીનો પારો વધતો જોઈ રહ્યો છે. આગામી 48 કલાકમાં તાપમાનમાં ચાર ડિગ્રી વધારાની હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે. બુધવારે રાજ્યના દસ શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 36 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. અમદાવાદમાં જ ત્રણ કલાકમાં જ 10 ડિગ્રી ગરમી વધી ગઈ હતી. બુધવારે નોંધાયેલા ગરમીના આંકડાની વાત કરીએ તો ગાંધીનગરમાં 37.5 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. જ્યારે ભૂજમાં 37.4 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. આ તરફ અમદાવાદ, રાજકોટ, અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 37.3 ડિગ્રી પર પહોંચ્યો હતો. અમરેલીમાં 37.2 ડિગ્રી, તો કેશોદમાં 37.1 ડિગ્રી તાપમાન નોંધાયુ. ડીસામાં 36.2 ડિગ્રી, તો વડોદરા અને વલસાડમાં ગરમીનો પારો 36 ડિગ્રી પર પહોંચ્યો હતો. સુરતમાં 35.8 ડિગ્રી તો વલ્લભવિદ્યાનગર અને મહુવામાં 35.4 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. તો ભાવનગરમાં ગરમીનો પારો 35.2 ડિગ્રી પર પહોંચ્યો હતો. હજુ આગામી 48 કલાક ગરમીનો પારો વધવાની હવામાન વિભાગે આગાહી કરાઈ છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments