Team Chabuk-Gujarat Desk: સુરતના સરથાણા નેચર પાર્કમાં પિતાની નજર સામે જ 2 વર્ષની બાળકીનું મોત થયું. ટ્રેક્ટરમાં પિતાની પાસે બેસેલી બાળકીએ અચાનક બેલેન્સ ગુમાવ્યું અને તે ચાલુ ટ્રેક્ટરમાંથી પડી ગઈ. તેના પર ટ્રક્ટરનું ટાયર ફરી વળ્યુ અને ઘટનાસ્થળે જ માસૂમ બાળકીનું કમકમાટી ભર્યું મોત થયું.
નેચર પાર્કમાં કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ કરતી વખતે પિતાના ખોળામાં બે વર્ષની બાળકી બેસી હતી. ચાલુ ટ્રેક્ટરમાંથી નીચે પડી જતા બાળકીનો માથાનો ભાગ ટાયર નીચે કચડાઈ ગયો હતો. જેને લઈને બાળકીનું ઘટના સ્થળે જ મોતની નીપજ્યું હતું. બનાવને પગલે સરથાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બે વર્ષીય માસુમ બાળકીનું પોતાના જ ટ્રેક્ટર નીચે આવી જતા મોત નિપજ્યું હોવાથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. મળતી માહિતી મુજબ મૂળ મધ્ય પ્રદેશના જાંબુઆ જિલ્લામાં રહેતો સિંગાડીયા પરિવાર બે માસ પહેલા સરથાણા જકાતનાકા પાસે આવેલા નેચરપાર્કની ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે આવ્યો હતો. શ્રમિક સુરેશ સિંગાડીયા ટ્રેક્ટર ચલાવતો હતો. દરમિયાન પોતાના જ ટ્રેક્ટરમાં પોતાની બે વર્ષે બાળકી પ્રિયંકા ટ્રેક્ટરના ટાયર નીચે આવી ગઈ હતી.
શ્રમિક સુરેશ તેની બે વર્ષથી દીકરી પ્રિયંકાને પોતાના ખોળામાં બેસાડી ટ્રેક્ટર ચલાવી કામકાજ કરી રહ્યો હતો. જયારે પરિવારના અન્ય સભ્યો નેચરપાર્ક આગળ મુકવામાં આવેલા વિમાનના પાછળના ભાગે ભરાઈનું કામ કરી રહ્યા હતા. દરમિયાન પિતા સુરેશના ખોળામાંથી બાળકી ટ્રેકટરમાંથી નીચે પટકાઈ ગઈ હતી.
ઘટના અંગે સરથાણા પોલીસની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મૃત બાળકીને સ્મીમેરના ખાતે પી.એમ અર્થે મોકલી આપી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત