Team Chabuk-Gujaart Desk: રાજ્યમાં હાલ તમામ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે થોડી ઠંડી, દિવસભર આકરો તાપ અને હવે અંબાજીમાં વરસાદ પણ પડ્યો છે. ઉનાળાની શરૂઆતમાં જ હવામાન વિભાગે બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરી હતી ત્યારે આજે વહેલી સવારે બનાસકાંઠાના અંબાજીમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદી ઝાપટા પડ્યા હતા. અંબાજીમાં વરસાદી ઝાપટા પડતાં ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે.
ખેડૂતોની વધી ચિંતા
માવઠાને પગલે હાલ ખેડૂતોને પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. મહત્વનું છે કે ગઈ કાલે પણ દિવસ દરમિયાન ભારે ગરમી બાદ વરસાદી છાંટા પડ્યા હતા. તો આ તરફ હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં આગામી 48 કલાક વાતાવરણ સૂકું તેમજ વાદળછાયું રહેશે. તેમજ તારીખ 5 , 6 અને માર્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં શિયાળા-ઉનાળાની ડબલ ઋતુ વચ્ચે હવામાન ખાતાએ માવઠાની આગાહી કરી છે. જો કે વાતાવરણ બદલાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વાદળ બંધાયા બાદ કચ્છ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, સુરત, વલસાડ અને નવસારીમાં કમોસમી વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સાઇકલોનિક સર્ક્યુલેશન રાજસ્થાન તરફ છે જેના કારણે વાતાવણમાં પરિવર્તન આવશે અને ભેજના કારણે વરસાદ પડી શકે છે. આપને જણાવી દઈએ કે, સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા. સાબરકાંઠા દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ અને નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે વેર્સ્ટન ડિસ્ટર્બન્સ તથા ઇસ્ટરલી ટ્રફ ને કારણે કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ પડશે.
તાજેતાજો ઘાણવો
- પહેલગામમાં આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોત, આતંકીઓએ નામ પૂછીને ગોળી મારી
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ