Homeગામનાં ચોરેતીન પત્તીમાં રૂપિયા હાર્યો, કરજ ઉતારવા મહિલાના પગ કાપી કડલાની લૂંટ કરી

તીન પત્તીમાં રૂપિયા હાર્યો, કરજ ઉતારવા મહિલાના પગ કાપી કડલાની લૂંટ કરી

Team Chabuk-National Desk: રાજસ્થાનના જમવારામગઢના ખતેહપુરા ગામમાં, પગમાં પહેરેલા કડલાની ચોરી કરવા વૃદ્ધ મહિલાના પગ કાપી નાખ્યાની ઘટના બની હતી. ત્રણ મહિના પહેલા તીન પત્તીમાં હાર થવાથી વૃદ્ધા પર હુમલો અને લુંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનો મોટો ખુલાસો થયો છે. આ બાબતે જમવારાગઢ પોલીસે ઘટનાના મુખ્ય આરોપી પવનકુમાર સહિત પાંચ લોકોને ઝડપી પાડ્યા છે.

મુખ્ય આરોપીની ધરપકડ

ખતેહપુરા ગામમાં 19 ઓક્ટોબર, 2021ના રોજ વૃદ્ધા ગીતા શર્માની હત્યા કરી પગ કાપી નાખી ચાંદીના કડલાની લુંટ કરવામાં આવી હતી. ખતેહપુરા ગામના જ મુખ્ય આરોપી એવા પવનકુમારે જ સમગ્ર ધટનાને અંજામ આપ્યો હતો. પોલીસે મુખ્ય આરોપી સહિત કડલા ખરીદનાર તથા દલાલની પણ ધરપકડ કરી છે.

તીન પત્તીમાં કરજ થવાથી કરી લૂંટ

હત્યા અને લૂંટના બનાવમાં ચાલી રહેલી પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મુખ્ય આરોપી પવનકુમારને મોબાઈલમાં તીન પત્તિ ગેમ રમવાની લત હતી. ઓનલાઈન જૂગાર રમવામાં પ્રેમ કુમાર લાખો રૂપિયા હારી ગયો હતો. આના કારણે તેના પર મસમોટું દેવું થઈ ગયું હતું. આ કરજને ઉતારવા માટે પ્રેમ કુમાર લુંટ અને હત્યા માટે પ્રેરાયો હોવાનું સામે આવ્યું છે. 

આ રીતે આપ્યો વારદાતને અંજામ

પોતાના ગામની જ ગીતાદેવી શર્મા એકલી ભેંસ ચરાવવા જતી હોવાનું ધ્યાને આવ્યું હતું. આથી પ્રેમકુમારે તેની રેકી શરૂ કરી હતી. ઓક્ટોબર મહિનામાં પ્રેમકુમારે કુહાડી લઈને ગીતાદેવીનો પીછો કરી, તેના માથા પર કુહાડી ઝીંકી હત્યા કરી હતી. હત્યા બાદ બંને પગ કાપી નાખી ચાંદીના કડલાની લુંટ ચલાવી હતી.

મોગ્યા ગેંગ પર હતો શક

સુમસાન વિસ્તારમાં આવી જ મહિલાઓ સાથે મોગ્યા ગેંગના લોકો લૂંટ ચલાવતા હતા. આથી પોલીસે મોગ્યા ગેંગ સહિત 700 લોકોની પૂછપરછ કરી હતી. લાંબી તપાસ બાદ પોલીસે ફતેપુરા ગામના પવન કુમારની અટકાયત કરી હતી. પવન કુમારે ગુના કર્યાની કબુલાત કરતા જણાવ્યું કે તેને ચાંદીનો એક કડલો પોતાના ગામના જ સુરાજમલને વેચ્યો હતો. તેમજ એક કડો વિષ્ણુ અને ઉપદેશ મારફત દૌસાના દિનેશને વેચ્યો હતો. પોલીસે આ ચારે લોકોની પણ અટકાયત કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments