Homeગુર્જર નગરીગીર-સોમનાથ જિલ્લામાં ધડાધડ વેક્સિનેશનની પ્રક્રિયા, ૧૭,૭૬૭ પ્રિકોશન ડોઝ આપી અગ્રેસર

ગીર-સોમનાથ જિલ્લામાં ધડાધડ વેક્સિનેશનની પ્રક્રિયા, ૧૭,૭૬૭ પ્રિકોશન ડોઝ આપી અગ્રેસર

Team Chabuk-Gujarat Desk:  કેન્દ્ર – રાજ્ય સરકારની જન જન સુધી વેક્સિન પહોંચાડવની નેમ ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગના સક્રિય પ્રયાસોથી સાકાર થઈ રહી છે. જેના પરિણામે  જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧૯,૨૪,૯૪૯ કોરોના પ્રતિરોધી વેક્સિનના ડોઝ લોકોને અપવામાં આવ્યા છે. 

ગીર સોમનાથ જિલ્લાના ૬ તાલુકાઓમાં શહેર અને ગ્રામ્ય બંને કક્ષાએ સેંકડો વેક્સિનેશન બુધ સક્રિય કરીને આરોગ્યતંત્ર દ્વારા છેવાડાના માનવી સુધી વેક્સિનેશન અભિયાન હેઠળ જિલ્લામાં ૯,૯૭,૨૩૯ નાગરિકોને વેકસીનનો પ્રથમ ડોઝ અને ૯,૦૯,૯૪૩ નાગરિકોને વેકસીન નો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

ઉપરાંત જિલ્લામાં ૧૭,૭૬૭ ફ્રન્ટ લાઇન વર્કરો, હેલ્થકેર વર્કરો અને ૬૦ વર્ષથી વધુના નાગરિકોને કોરોનાની આગવી તકેદારીના ભાગરૂપે પ્રિકોશન ડોઝ (ત્રીજો ડોઝ) આપવામાં આવ્યો છે. ત્યારે હજુ પણ આરોગ્ય તંત્ર વેક્સીનેશન અભિયાન સક્રિય રીતે ચલાવી રહ્યું છે અને બાકી રહેલા તમામ લોકોને વેકસીન પહોંચાડવા કાર્યરત છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments