Team Chabuk-Gujarat Desk: ભાવનગરમાં RTI એક્ટિવિસ્ટ અને પોલીસના રક્ષણ વચ્ચે દલિત અમરાભાઈ બોરિયાની હત્યા થઈ તેના પડઘા બે દિવસથી ગૃહમાં પડી રહ્યા છે. જોકે આ મુદ્દે કોઈ વાત થાય એ પહેલા જ ગૃહમાંથી વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. આજે ગૃહમાં ફરી ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી દ્વારા આ મુદ્દાને સપાટી પર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે ફરી એક વખત તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા અને આ વખતે પૂરા દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ધારાસભ્યએ સસ્પેન્ડ કરવાનો વિરોધ વિધાનસભાની બહાર નોંધાવ્યો હતો. તેમણે પગથિયાં પાસે બેસી હાથમાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું પોસ્ટર લઈ સોશિયલ મીડિયા પર પોતાની તસવીર શેર કરી હતી. તસવીર શેર કરવાની સાથે જ તેમણે હિન્દીમાં લખ્યું હતું કે, ‘‘आज भी सदन से बाहर कर दिया : साथियो, गुजरात के भावनगर जिले के घोघा के दलित RTI कार्यकर्ता अमरा भाई बोरिचा की हत्या के लिए जिम्मेदार PSI की गिरफ्तारी की मांग करने पर लगातार दूसरे दिन हमें सदन से बाहर कर दिया है; आज तो पूरे दिन के लिए सस्पेंड ही कर दिया है। लेकिन, हम भी मुद्दे को छोडने वाले नहीं। सत्य परेशान हो सकता है, पराजित नही। सत्यमेव जयते।’’
પોસ્ટરમાં જિજ્ઞેશભાઈ મેવાણીએ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પ્રશ્ન પૂછ્યો હતો. પોસ્ટરમાં લખેલું છે કે, ‘‘ગૃહમંત્રી સાહેબ, તમારે ઘોઘા દલિત હત્યાકાંડના આરોપી PSI સાથે કેવો સંબંધ છે, કે તેની ધરપકડ કરતાં નથી?’’
ગઈકાલે પણ અમરાભાઈનો મુદ્દો ઉઠાવતા ધારાસભ્યને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ગૃહમાંથી બહાર આવી તેમણે કહ્યું હતું કે, ‘‘ગુજરાતના કાયદો અને વ્યવસ્થા પર સવાલ કરવા માટે તમારે દલિત અથવા લધુમતી સમાજના હોવાની જરૂર નથી. અમરાભાઈ બોરિચાની હત્યા આ મોડલ સ્ટેટની કથળેલી કાયદો વ્યવસ્થાની સાબિતી છે, જ્યાં પોલીસની મદદથી ગુનાઓ આચરવામાં આવે છે.’’
જિજ્ઞેશ મેવાણીએ પૂછ્યું હતું કે, ‘‘અમરાભાઈ બોરિચાના હત્યા કેસમાં પી.એસ.આઈ સોલંકીની ધરપકડ કેમ કરવામાં આવતી નથી ?’’ આ પ્રશ્ન જિજ્ઞેશ મેવાણીએ એટલા માટે પૂછ્યો હતો કારણ કે પી.એસ.આઈ સોલંકી સામે ફરજમાં બેદરકારી દાખવવાનો આરોપ છે. ગઈકાલે જિજ્ઞેશ મેવાણીએ એમ પણ જણાવ્યું હતું કે, જ્યારે તેમણે આ સવાલ કર્યો ત્યારે સ્પીકરે તેમને અટકાવી દીધા હતા.
ગઈકાલે વધુમાં વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે, ‘‘વ્યવસાયે ખેડૂત એવા અમરાભાઈ બોરિચાએ એક મહિના પહેલા ગામના ક્ષત્રિયોની વિરૂદ્ધ ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવવા માટે ગયા હતા. પરંતુ પી.એસ.આઈ સોલંકીએ ફરિયાદ નહોતી નોંધી. ભાવનગર પોલીસે પી.એસ.આઈ સોલંકી વિરૂદ્ધ ફરજમાં બેદરકારીનો ગુનો નોંધ્યો છે પણ આજે 16 દિવસ બાદ પણ તેમની ધરપકડ નથી કરવામાં આવી.’’
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત