Homeતાપણું‘હું નરેન્દ્ર મોદી નથી, હું ખોટું નથી બોલતો’ કહી રાહુલ ગાંધીએ અસમની...

‘હું નરેન્દ્ર મોદી નથી, હું ખોટું નથી બોલતો’ કહી રાહુલ ગાંધીએ અસમની જનતાને આ મોટો વાયદો કર્યો

Team Chabuk-National Desk: કેરળના વાયનાડથી સાંસદ અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આસામના ડિબ્રૂગઢથી પોતાના ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કરી હતી. આ સમયે તેઓએ ડિબ્રૂગઢના લાહોવાલના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી. તેમણે આર.એસ.એસનું નામ લીધા વિના શાબ્દિક પ્રહાર કર્યા હતા. સાથે જ બેરોજગારી, સીએએ અને ખેડૂત આંદોલનના મુદ્દાઓ ઉઠાવ્યા હતાં. થોડા સમય પહેલાં આસામમાં જ કોંગ્રેસના પ્રિયંકા ગાંધીએ ચાના બગીચોમાં પત્તા તોડી પ્રચાર કર્યો હતો. જે પછી રાહુલ ગાંધીએ પોતાના અભિયાનની શરૂઆત કરી છે.

નાગપુરની એક સેના દેશ ચલાવે છે

રાહુલ ગાંધીએ આર.એસ.એસ પર નિશાનો સાધતા કહ્યું કે, જો તમને લાગે છે કે લોકતંત્રને નકારવામાં આવી રહ્યું છે. યુવા બેરોજગાર છે. ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે અને સીએએ આવી રહ્યું છે. અસમના લોકોએ દિલ્હી ગયા બાદ પોતાની ભાષા અને સંસ્કૃતિ ન ભૂલવી જોઈએ. નાગપુરમાં પેદા થયેલી એક સેના સમગ્ર દેશને નિયંત્રિત કરી રહી છે. લોકતંત્રનો અર્થ અસમના અવાજ પર અસમનો નિયંત્રણ હોવો જોઈએ. જો આપણે તેમાં વિદ્યાર્થીઓનો સમાવેશ નથી કરતાં તો લોકતંત્ર હોઈ જ નથી શકતું. યુવાઓએ સક્રિયરૂપથી રાજનીતિમાં આવવું જોઈએ અને અસમ માટે લડવું જોઈએ. હવે તમને લાગે છે કે તમારું રાજ્ય લૂંટવામાં આવી રહ્યું છે તો યુદ્ધ લડવું જોઈએ.  પણ પ્રેમથી. લાકડી અને પથ્થરોથી નહીં.

રાહુલ ગાંધીએ કર્યા પાંચ વાયદા

રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાજપે ચા બગીચાના મજૂરોને 351 રૂપિયા મજૂરી અપાવવાનો વાયદો કર્યો છે. પણ તેમને 167 રૂપિયા મળી રહ્યા છે. હું નરેન્દ્ર મોદી નથી. હું ખોટું નથી બોલતો. આજે હું તમને પાંચ વાયદાઓની ગેરન્ટી આપું છું. જો અમારી સરકાર બની તો ચાના બગીચાના મજૂરોને 365 રૂપિયા દિવસની મજૂરી અપાવીશું. સીએએની આડે ઊભા રહીશું. પાંચ લાખ નોકરીઓની તક ઊભી કરીશું. ચા ઉદ્યોગ માટે અમે વિશેષ મંત્રાલય બનાવીશું. જે તમારા મુદ્દાઓનું નિરાકરણ લાવશે. અમારું ઘોષણાપત્ર (ઢંઢેરો) ચાનાં વેપાર સાથે સંલગ્ન લોકો સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ બનાવવામાં આવ્યું છે. તેને બંધ દરવાજામાં બેસેલા લોકો તૈયાર કરે છે.

મેક ઈન ઈન્ડિયા પર ઉઠાવ્યા સવાલ

રાહુલ ગાંધીએ ભાજપની સરકારને ઉદ્યોગપતિની સરકાર ગણાવતા કહ્યું કે, પ્રધાનમંત્રી મેક ઈન ઈન્ડિયાની વાતો કરે છે. પણ જ્યારે તમે મોબાઈલ ફોન, શર્ટ વગેરે તપાસો છો તો તેના પર મેડ ઈન અસમ કે મેડ ઈન ઈન્ડિયાની જગ્યાએ ચાઈના લખેલું હોય છે. ભાજપ આ નથી કરી શકતી કારણ કે તે ઉદ્યોગપતિઓ માટે કામ કરે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments