Homeગુર્જર નગરીઅંબુજા કંપની વિરૂદ્ધ વડનગરવાસી: “કંપનીનું પ્રદૂષણ આસપાસના લોકોને કરી શકે છે બીમાર,...

અંબુજા કંપની વિરૂદ્ધ વડનગરવાસી: “કંપનીનું પ્રદૂષણ આસપાસના લોકોને કરી શકે છે બીમાર, જમીન પણ નહીં રહે ખેતી લાયક”

શૈલેષ નાઘેરાઃ ગીર સોમનાથના કોડિનારની અંબુજા સિમેન્ટ કંપની ફરી એકવાર વિવાદમાં આવી છે. વડનગર ગામના લોકોએ કોડિનારના મામલતદાર અને પોલીસ ઈન્સ્પેક્ટરને આવેદનપત્ર આપી કંપની વિરૂદ્ધ કડક પગલાં લેવા માગણી કરી છે. સ્થાનિકોનો આરોપ છે કે, છેલ્લા ત્રણ મહિનાથી અંબુજા સિમેન્ટ કંપની કાળી કોલસી અને કેમિકલ દિવસ રાત છોડે છે. જેને લઈને કંપની આસપાસ રહેતા લોકો રોગચાળામાં સપડાય તેવી ભીતિ છે. તો બીજી તરફ ડસ્ટિંગના કારણે આસપાસની જમીનને પણ નુકસાન થઈ રહ્યું છે તેવો સ્થાનિકોનો આરોપ છે.

સ્થાનિકોનો આરોપ છે કે આ અંગે અગાઉ અનેકવાર કંપનીના મેનેજમેન્ટને રજૂઆત કરાઈ છે જો કે, કંપનીના સંચાલકો સમસ્યાનો ઉકેલ લાવવાના બદલે આંખ આડા કાન કરી રહ્યા છે. દાવો છે કે, વડનગરના સ્થાનિકોએ વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાને રજૂઆત કરાઈ હતી. જે બાદ કંપનીએ સાત દિવસમાં કંપનીએ પ્રદૂષણ અટકાવવાની ખાતરી આપી હતી પરંતુ હજુ સ્થિતિ જૈસે થે જ છે.

એટલું જ નહીં આ મુદ્દે જ વડનગરના પશુપાલક છેલ્લા એઠવાડિયાથી કલેક્ટર કચેરી ધરણાં પર છે પરંતુ સંચાલકો ઉપરાંત સરકારના પેટનું પણ પાણી નથી હલી રહ્યું. આ સમગ્ર મુદ્દે વડનગરના સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો સાત દિવસમાં આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો તમામ સ્થાનિકો પરિવાર સાથે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન  પર ઉતરશે.

સ્થાનિકોએ કંપની દ્વારા ડસ્ટિંગનો એક વીડિયો પણ વાયરલ કર્યો છે. વીડિયોમાં આસપાસના વિસ્તારમાં કાળી કોલસી જેવા રજકણો જોવા મળી રહ્યા છે. સ્થાનિકો દાવો કરી રહ્યા છે કે, આ જ પ્રકારે કંપનીમાંથી સતત ડસ્ટિંગ થઈ રહ્યું હોવા છતાં કંપની મેનેજમેન્ટ ડસ્ટિંગની વાત સ્વીકારવા તૈયાર નથી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments