Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગરના પાટડીના આધેડે અગમ્ય કારણોસર મુખ્ય રસ્તાના ઝાડ પર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. ઘટનાના પગલે પાટડી વિરમગામ રોડ પર ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. તો બનાવની જાણ થતાં 108 એબ્યુલન્સ તથા પાટડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ વધુ તપાસ શરૂ કરી હતી.
મળતી માહિતી મુજબ મૃતકનું નામ ભરત ત્રિભોવનભાઈ છે. જેઓ પાટડી જેનાબાદ રોડ પર ચાની લારી ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમણે પાટડીના જરવલા ગામ પાસે રોડ સાઈડની ઝાડીમાં અગમ્ય કારણોસર ગળાફાંસો લગાવી લીધો હતો.
બનાવની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ વાન તથા પાટડી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. બીજી તરફ આધેડના પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોતાના સ્વજનનો મૃતદેહ જોઈ તેઓ ધ્રુસકેને ધ્રુસકે રડી પડતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. સમગ્ર મામલે હાલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. હજુ સુધી આત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી. તપાસમાં ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.
મહત્વનું છે કે, ધ્રાંગધ્રા ગામે ફોરેસ્ટ ગાર્ડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની ઘટનાની શાહી હજુ સુકાઇ નથી ત્યાં આત્મહત્યાનો બીજો બનાવ બની ગયો. આ ઘટનામાં આધેડની ગળેફાંસો ખાધેલી હાલતમાં ઝાડ પર લટકાતા જોઈ લોકો પણ ચોંકી ગયા હતા.
તાજેતાજો ઘાણવો
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત
- દુષ્કર્મના કેસના આરોપી જૈન મુનિને સુરત કોર્ટે ફટકારી 10 વર્ષની સજા