Homeગુર્જર નગરીવડોદરા: કોરોના મહામારી વચ્ચે સૌથી વધુ લોકોએ ઓનલાઈન મંત્રોચ્ચાર કરવાનો રેકોર્ડ બનાવ્યો

વડોદરા: કોરોના મહામારી વચ્ચે સૌથી વધુ લોકોએ ઓનલાઈન મંત્રોચ્ચાર કરવાનો રેકોર્ડ બનાવ્યો

Team Chabuk-Gujarat Desk: કોરોના મહામારી પણ ભક્તિના પ્રવાહને રોકી શકે એમ નથી. ઉલ્ટાનું આ મહામારીને કારણે ઈશ્વર પ્રત્યેની આસ્થામાં વધારો થયો હોય એ વાતની સાબિતી એક સાથે સૌથી વધુ લોકો દ્વારા ઓનલાઈન મંત્રો બોલવાનો નોંધાયેલો વિક્રમ આપે છે. અહીંના એક સ્વામિનારાયણ મંદિરના સંતે આવો વિક્રમ નોંધાવ્યો છે.

Swami

સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ વડોદરાના સ્વામી જ્ઞાનજીવનદાસજી દ્વારા એક સાથે સૌથી વધુ લોકોએ ઓનલાઈન મંત્રોચ્ચાર કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. ૩૦ ડિસેમ્બર, ૨૦૨૧ ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર- કુંડળધામ, ગુજરાત ખાતે ‘સ્વામિનારાયણ મહામંત્ર’ની ૨૨૦ મી વર્ષગાંઠની ઉજવણીમાં  ૬૦૯૯૦  ભક્તોએ ૬૪ મિનિટ માટે ‘ભગવાનને રાજી કરવા’ માટે ધૂન અને મંત્રોચ્ચાર કર્યા હતા. જેના માટે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળેલ છે.  સ્વામિનારાયણ મહામંત્ર’ની ૨૨૦ મી જયંતી નિમિત્તે  ગુજરાતના ‘ઘનશ્યામ મહારાજ’ને  પ્રસન્ન  કરવા માટે ૩,૩૩,૩૩૩ હાથથી લખેલા ‘સ્વામિનારાયણ’ મહામંત્રો વાળા વાઘા બનાવી અર્પણ કરવામાં આવ્યા હતા.  જેને પણ  એશિયા બુક ઓફ રેકોર્ડ માં સ્થાન મળેલ છે. તેવી માહિતી શ્રી ઘનશ્યામ સ્વામીએ આપી હતી.

આ પહેલા પણ  શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથને ટાઇટેનિયમ ધાતુમા કંડારવા બદલ શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસ અને એશિયા બુક ઓફ રેકોર્ડસ દ્વારા ‘લાર્જેસ્ટ હિન્દી મેન્યુસ્ક્રીપટ ઓન ટાઇટેનિયમ શીટ’ની વિક્રમ માન્યતા અને પદક પણ આપવામાં આવ્યા છે.

Swami

સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ વડોદરા ખાતે પરમ ભક્ત શ્રી કાંતિભાઈ પટેલ તથા શ્રી પંકજભાઈ પટેલ, ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ તથા અન્ય મહાનુભવો  દ્વારા આ વિક્રમલેખને સંતોને અર્પણ કરાયો હતો. શ્રીસ્વામિનારાયણ ભગવાન ને ૩,૩૩,૩૩૩ હાથથી લખેલા ‘સ્વામિનારાયણ’ મહામંત્રો વાળા વાઘા ધરાવવામાં  આવેલ છે. તેમના દર્શન અર્થે તથા સંતોની શુભેચ્છા મુલાકાત લીધી  હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments