Homeગુર્જર નગરીજામનગર: સાસુએ વરરાજાનું નાક ખેંચ્યું, ઝઘડો થયો અને જાન લીલા તોરણે પાછી...

જામનગર: સાસુએ વરરાજાનું નાક ખેંચ્યું, ઝઘડો થયો અને જાન લીલા તોરણે પાછી ફરી

Team Chabuk-Gujarat Desk: જામનગરના તાજેતરમાં જ એક જાન લીલા તોરણે પાછી ગઈ હતી. તમામ તૈયારીઓ થઈ ગઈ હતી પરંતુ લગ્નવિધિ દરમિયાન યુવતીની માતાએ વરરાજાનું નાક ખેંચ્યું અને મામલો બીચક્યો એટલું જ નહીં છેલ્લે કન્યાએ જ લગ્ન કરવાની મનાઈ કરી દીધી.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો, લગ્ન પ્રસંગ દરમિયાન કન્યા પક્ષ દ્વારા વરરાજાનું નાક પકડવા માટેની વર્ષોથી ચાલી આવતી પરંપરા નિભાવવાની વિધિ શરૂ કરાઇ હતી. એમાં સૌપ્રથમ વરરાજાના પરિવારે નાક પકડવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ પ્રેમિકાની માતાએ માત્ર નાકને સ્પર્શ કરવાનું જણાવીને તેમણે માત્ર વરરાજાના નાકને સ્પર્શ કર્યો હતો. બસ એટલું પણ પ્રેમીનાં પરિવારજનો સહન કરી શક્યા ન હતા અને વરરાજાના કાકા સહિતનાં પરિવારજનોએ ભાવિ સાસુમાનો ઊધડો લઇ નાખ્યો હતો. આ સમયે ભારે ગરમાગરમી થઈ ગઈ હતી. દરમિયાન કન્યા પણ દરવાજા પાસે આવીને ઊભી રહી ગઈ હતી અને ભારે રકઝક પછી તેણે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો.

પોતાની માતાનું અપમાન સહન નહીં કરી શકતાં તેણે લગ્નનો પ્રસ્તાવ ઠૂકરાવી દીધો હતો અને જાન લીલાં તોરણે પાછી મોકલી દીધી હતી. આમ, બન્ને પક્ષ માટે બનેલું ભોજન હોટલમાં પડયું રહ્યું હતું, બાદમાં કન્યા પક્ષ દ્વારા પોતાને મળેલી ગિફટ પણ પરત મોકલાવી દીધી હતી.

જામનગરમાં લીમડાલેન વિસ્તારમાં રહેતા અને અમેરિકામાં સ્થાયી થયેલા એક યુવકને જામનગરની એક યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. અને બન્નેએ લગ્ન કરવાનું નકકી કરતાં આખરે બન્નેનાં પરિવારજનોએ સંમતિ આપતાં જામનગરની જ એક હોટલમાં લગ્ન યોજાયા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments