Homeગુર્જર નગરીભયંકર અકસ્માતઃ વડોદરામાં કારે મહિલાને કચડી, મહિલાનો મૃતદેહ પાવડાથી ભેગો કરવો પડ્યો...

ભયંકર અકસ્માતઃ વડોદરામાં કારે મહિલાને કચડી, મહિલાનો મૃતદેહ પાવડાથી ભેગો કરવો પડ્યો !

Team Chabuk-Gujarat Desk: વડોદરા શહેરના કપુરાઈ ચોકડી પાસે કારની ટક્કરે કચડાયેલી મહિલાના મૃતદેહને પોલીસે પાવડાથી ભેગો કરવો પડ્યો હતો. તો બીજી તરફ સુભાનપુરા વિસ્તારમાં બેફામ કારે ઘરની બહાર ઉભેલા દાદા અને પૌત્રને અડફેટે લીધા હતા. જેથી દાદા-પૌત્રના કરૂણ મોત થયા હતા. જ્યારે અન્ય એક મહેમાન પણ ઘાયલ થયા હતા.
વડોદરા નજીક કપુરાઇ પાસે નેશનલ હાઇવે પર આણંદની ઇન્દિરા કોલોનીમાં અરવિંદભાઇ અને તેમની માતા રમીલાબેન બારીયા વડોદરા કપુરાઇ પાસેના દિવાળીપુરા ગામે મરઘાનું ખાતર ભરવાના મજૂરી કામે આવ્યા હતા. સાંજે સાડા સાત વાગ્યે ખાતર ભર્યા બાદ બંને આઇસર ટેમ્પોમાં બેસીને ઘરે જવા નીકળ્યા હતા. પરંતુ ઘરે જવાનું મોડું થતા અને બંનેને જમવાનું બાકી હોવાથી તેઓ કપુરાઇ બ્રિજ પર ઉતરી ગયા હતા.

હાઇવે પર સાઇડ પર ટેમ્પો ઉભો રાખીને બંને રસ્તો ક્રોસ કરીને જઇ રહ્યા હતા. દરમિયાન અમદાવાદથી સુરત તરફના રસ્તે શ્રદ્ઘા પેટ્રોલ પંપની સામે કાર ચાલકે બંનેને અડફેટે લીધા હતા. જેમાં રમીલાબેન કાર નીચે કચડાયા હતા અને તેઓનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે મહિલાના શરીરના ટુકડા રસ્તા પર વિખેરાઇ ગયા હતા અને પાવડાથી તેનો મૃતદેહના અંગો એકત્ર કરવા પડ્યા હતા. પાણીગેટ પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે.

વડોદરાના સમતા ફ્લેટ પાછળ સુભાનપુરા વિસ્તારમાં આવેલા ઉર્વશી ડુપ્લેક્ષ પાસેથી ગત રાત્રે 9:30 વાગ્યા આસપાસ અંકોડિયા ખાતે રહેતો નીશીત પટેલ તેની કાર (GJ 06 LK 1303) બેફામ રીતે હંકારીને નીકળ્યો હતો. આ દરમિયાન નીશીત પટેલની કાર ઉર્વશી ડુપ્લેક્ષ પાસે આવેલ વીજપોલ સાથે અથડાઇ હતી. એટલું જ નહીં કાર ત્યાંથી આગળ ધસી જઇને ઘર બહાર ઉભેલા દાદા કાનજી જોગારાણા અને પૌત્ર રાજવીર કરણને ટક્કર મારી હતી. જેથી બંને લોહીલુહાણ હાલતમાં જ ત્યાં જ ઢળી પડ્યા હતા. ત્યારબાદ તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવાયા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments