Team Chabuk-Gujarat Desk: સુરત બાદ વડોદરા શહેરમાં પારિવારિક કલેહના કિસ્સાઓ વારંવાર અખબારોમાં આવ્યા રાખે છે. આ વખતે પોલીસ સ્ટેશને મહિલાએ પોતાના પતિની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. મહિલાએ પોતાના પતિ પર આક્ષેપ લગાવતા કહ્યું છે કે, એ દારૂ પી સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચરતો હતો. જ્યારે મહિલા આનાકાની કરે ત્યારે તેને અપશબ્દો બોલતો હતો અને માર પણ મારતો હતો. પતિની હેવાનિયતથી કંટાળીને પત્નીએ આખરે પોલીસનું શરણું લીધું છે.

આ સમગ્ર ઘટના વડોદરાની છે. અહીં રહેતી પરણિતાના વર્ષ 2012માં મહારાષ્ટ્રના નાસિકના શેણીત ગામના રહેવાસી સાગર સાથે વેવિશાળ થયા હતા. લગ્ન બાદ પરિણીતા સાસરે ચાલી ગઈ હતી. બંને વચ્ચે શરુઆતમાં ઉષ્માભર્યા સંબંધો રહ્યા હતા. પરિણીતાએ હુંફાળા લગ્નજીવન દરમ્યાન બે પુત્રને પણ જન્મ આપ્યો હતો. જેમાંથી એક પુત્રનું વર્ષ 2016માં બીમારીના કારણે અવસાન થયું હતું.

થોડા સમય પછી દહેજ બાબતે સાસુ અને પતિએ માગણીઓ શરુ કરી દીધી હતી. પ્રથમ લેપટોપ માટે ચાલીસ હજાર રૂપિયાની માગણી કરતા આપી દીધા હતા. બાદમાં પતિ મકાન ખરીદવાની માગણી સુધી પહોંચી ગયો હતો. પરિણીતાએ પોતાના પિતાને કહ્યું હતું કે, 2.50 લાખ રૂપિયા નહીં આપો તો મારો પતિ મને પરત ઘરે મોકલી દેશે. પિતાએ અઢી લાખ રૂપિયા આપ્યા પણ હતા. જે પતિએ ડાઉન પેમેન્ટ ભરવાની જગ્યાએ એક લાખ રૂપિયા બીજે ક્યાંક ઉડાવી દીધા હતા. પત્નીએ આ અંગે પતિને સૂચિત કરતા પતિ સાગર ગુસ્સે ભરાયો હતો અને દોઢ લાખ પરત આપ્યા હતા, પણ બાકીના એક લાખ આપ્યા નહોતા.

જ્યારે પરિણીતાના મોટા પુત્રનું અવસાન થયું ત્યારે પતિ તેને શંકાની નજરથી જોતો હતો અને બીજા પુત્રને પણ તું મારી નાખીશ તેવા ખોટા આક્ષેપ કરતો હતો. પતિ પરણિતાને પિયરમાં જવા ન દઈ શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. ઉપરથી સાગરને દારૂ અને સિગરેટનું વ્યસન હોય તે અવારનવાર પીને પરણિતા પાસે બિભત્સ માગણીઓ કરતો હતો. જો તેની માગણીઓ સંતોષવામાં ન આવે તો પરિણીતાને અપશબ્દો બોલતો હતો અને ફટકારતો હતો. વારંવારની પ્રતાડના અને દહેજની માગણીઓથી કંટાળીને પરણીતાએ પતિ અને સાસુની વિરૂદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત