Team Chabuk-Gujarat Desk: પ્રેમનો ફણગો ગમે ત્યાંથી ફૂટી નીકળે. હવે તો યુવક અને યુવતીઓ પ્રત્યક્ષ મેળાપ પણ કરતા નથી. સોશિયલ મીડિયાની બિલાડીના ટોપની માફક ફૂટી નીકળેલી ઓનલાઈન સાઈટ પરથી જ એકબીજાના હ્રદય મળી જાય છે. પછી ભલે જોયા હોય કે ન જોયા હોય. આવી જ એક અસમંજસની સ્થિતિમાં અમદાવાદના માતા પિતા મૂકાયા હતા.

અમદાવાદની એક યુવતીને એ વ્યક્તિ સાથે ઈશ્ક થઈ ગયો જેને તેણે હજુ સુધી જોયો પણ નહોતો. અર્થાત્ તે યુવકને હજુ સુધી મળી પણ નહોતી. ઈશ્ક એવો પરવાને ચડ્યો હતો કે યુવતીએ લગ્ન કરવાની હઠ પકડી હતી. આખરે માતા-પિતાએ મહિલા હેલ્પલાઈનની મદદ લઈ છોકરીને સમજાવી હતી. હેલ્પ લાઈનની ટીમ દ્વારા છોકરીને છોકરા સાથે સંબંધ ન રાખવાનું કહેવામાં આવ્યું હતું. લાંબી પળોજણ બાદ ઘટના ઉપર ઠંડુ પાણી રેડાયું હતું.

ઘટનાની પ્રાપ્ત વિગતો કંઈક એવી છે કે, યુવતી અમદાવાદની રહેવાસી છે. નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરે છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ મારફતે તે એક યુવકના પ્રેમમાં પડી હતી. એક વર્ષથી તેને યુવક સાથે સોશિયલ મીડિયા પર પ્રેમ સંબંધો બંધાયા હતા. બંને ફોન પર પણ વાતચીત કરતા હતા. માતા પિતાને આ અંગેની જાણ થઈ ગઈ હતી. યુવતી લગ્ન કરવાની વાતો કરી રહી હતી જ્યારે માતા પિતા ના પાડી રહ્યા હતા. તેણે છોકરાને હજુ સુધી જોયો ન હોવા છતાં તેની સાથે લગ્ન કરવા તેણી ઉત્સુક હતી.

ઘરની છોકરી માની નહોતી રહી. અંતે મહિલા હેલ્પલાઈન સિવાય કોઈ રસ્તો બચ્યો નહોતો. મહિલા હેલ્પલાઈનને ફોન કરવામાં આવ્યો હતો. જ્યાં કહેવામાં આવ્યું હતું કે, મારી બહેનને એક છોકરા સાથે પ્રેમસંબંધ છે, તેને મનાવવા માટે મદદ જોઈએ છે. હેલ્પલાઈનની ટીમ યુવતીની પાસે પહોંચી હતી અને તેને સમજાવી હતી. આખરે યુવતીએ પણ યુવકની સાથે સંબંધ નહીં રાખે તેની બાહેધરી આપતા આખો મામલો ઠંડો પડ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત