Homeગુર્જર નગરીવડોદરાઃ હાઈપ્રોફાઈલ રેપ કેસનો આરોપી રાજુ ભટ્ટ પોલીસ સમક્ષ રડી પડ્યો, કહ્યુઃ...

વડોદરાઃ હાઈપ્રોફાઈલ રેપ કેસનો આરોપી રાજુ ભટ્ટ પોલીસ સમક્ષ રડી પડ્યો, કહ્યુઃ જે કંઈ થયું તે સહમતીથી થયું

Team Chabuk-Gujarat Desk: વડોદરાના હાઈપ્રોફાઈલ રેપ (vadodara rape case) કેસમાં નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. રેપ કેસના આરોપી (accused) રાજુ ભટ્ટની (raju bhatt) ધરપકડ (arrested) થયાં બાદ તેણે પોલીસની પુછપરછમાં ઘણા નવા ખુલાસાઓ કર્યા છે. આરોપી રાજુ ભટ્ટ હાલ ક્રાઈમ બ્રાંચના લોકઅપમાં બંધ છે. રાજુ ભટ્ટે પોલીસની પુછપરછમાં અનેક વિગતો પોલીસને જણાવી છે. રેપ કેસ મામલે તેના પર લાગેલા આરોપો અંગે રાજુ ભટ્ટે સ્પષ્ટતા પણ કરી છે. મળતી વિગતો પ્રમાણે રાજુ ભટ્ટે પોલીસ સમક્ષ કબૂલ્યું હતું કે તેણે પીડિતા સાથે શારીરિક સંબંધ બાધ્યા હતા. પોલીસને રાજુ ભટ્ટે કહ્યું કે, તેણે ફરિયાદી પીડિતા સાથે એકવાર નહીં પરંતુ ચાર-ચાર વખત શરીર શુખ માણ્યું હતું.

વડોદરાનો હાઈપ્રોફાઈલ રેપ કેસ અને ગુજરાતમાં ચર્ચિત બનેલો આ કેસ વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. હાઈપ્રોફાઈલ રેપ કેસનો આરોપી રાજુ ભટ્ટ ફરિયાદ નોંધાતા ફરાર થઈ ગયો હતો. બાદમાં પોલીસે શોધખોળ કરીને રાજુ ભટ્ટની ધરપકડ કરી લીધી હતી. પોલીસની પુછપરછમાં રાજુ ભટ્ટ પોપટની જેમ બોલવા લાગ્યો હતો અને સ્વીકાર્યું હતું કે તેણે પીડિતા સાથે એક નહીં પરંતુ ચાર વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા. રાજુ ભટ્ટે એમપણ કહ્યું હતું કે, તેએ તમામ વખત સંબંધ યુવતી સાથે સહમતીથી બાંધ્યા હતા. રાજુ ભટ્ટે સ્વીકાર્યું છે કે, વડોદરાની હાર્મની હોટલ, આજવા રોડના ડવકેક એપાર્ટમેન્ટ અને ડી-903 નિસર્ગ કોમ્પલેક્ષમાં યુવતીની સહમતીથી સંબંધ બાંધ્યા હતા. રાજુ ભટ્ટનું પોલીસને કહેવું છે કે, તેની અને પીડિતા વચ્ચે જે થયું તે બન્નેની સહમતીથી થયું હતું.

rps-baby-world-1

રાજુ ભટ્ટે પોલીસ પુછપરછમાં એ વાત પણ જણાવી છે કે, તે અશોક જૈનને નથી ઓળખતો. એવું પણ જાણવા મળ્યું છે કે ક્રાઈમ બ્રાંચની પુછપરછ દરમિયાન રાજુ ભટ્ટ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો હતો. ક્રાઈમ બ્રાંચ પોલીસ આજે રેપ કેસના આરોપી રાજુ ભટ્ટને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માગ કરશે. દુષ્કર્મની જગ્યાએ પોલીસ રાજુ ભટ્ટને રિકન્સ્ટ્રક્શન માટે લઈ જઈ શકે છે. જો કે હાઈપ્રોફાઈલ રેપ કેસનો મુખ્ય આરોપી અશોક જૈન હજુ પણ ફરાર છે.

મહત્વનું છે કે, પોલીસે મંગળવારે જૂનાગઢથી રાજુ ભટ્ટની ધરપકડ કરી હતી. બાદ તેણે પોલીસને અનેક ચોંકાવનારી વિગતો જણાવી હતી. તેણે પીડિતાના બળજબરીથી દુષ્કર્મ કરવાના આરોપને ફગાવી દીધો છે. તેણે કહ્યું કે, મેં પીડિતા સાથે દુષ્કર્મ કર્યુ નથી. જે કંઈ થયું તે પરસ્પર સહમતીથી થયુ છે. આમ, પોલીસ 6 કલાક સુધી રાજુ ભટ્ટની પૂછપરછ કરી હતી. જેમાં તે એક જ રટણ કરતો રહ્યો કે, તેણે દુષ્કર્મ નથી કર્યું. 

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments