Team Chabuk-Political Desk: પાકિસ્તાનની રાજનીતિમાં એક આપત્તિજનક વીડિયોએ ખલબલી મચાવી દીધી છે. આ વીડિયો નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝના નેતા મોહમ્મદ ઝુબૈર ઉમરનો છે. ઝુબૈરના ભાઈ અસદ ઈમરાન ખાનની સરકારમાં મંત્રી છે. ખૂદ ઝુબૈર ન માત્ર મુસ્લિમ લીગ નવાઝના મોટા નેતા છે, પરંતુ સિંધ પ્રાન્તના ગવર્નર પણ રહી ચૂક્યા છે. તેમને તાકતવર પાકિસ્તાની ફૌજ અને આઈએઆઈના ખૂબ નજીક માનવામાં આવે છે. આ વીડિયોમાં ઝૂબેર એક નહીં પણ ચાર યુવતીઓ સાથે જોવા મળી રહ્યો છે.

ચોંકાવનારી વાત એ છે કે વીડિયો બનાવવાનો અને લીક કરવાનો આરોપ નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝ ઉપર લાગ્યો છે. ઝુબૈર નવાઝના ભાઈ શહબાઝ શરીફના જૂથના માનવામાં આવે છે અને મરીયમનો શહબાઝ અને ઝુબૈરની સાથે છત્રીસનો આંકડો છે.
મીડિયા અહેવાલો પ્રમાણે ઝુબૈરનો આ વીડિયો કરાંચીની એક ફાઈવ સ્ટાર હોટલમાં કેટલાક મહિનાઓ પહેલા બનાવવામાં આવ્યો હતો. જેમાં બે કરતા વધારે યુવતીઓ દેખાઈ રહી હતી. પાકિસ્તાનના પત્રકાર અને ટીવી એન્કર મન્સૂર અલી ખાનના જણાવ્યા અનુસાર, આ વીડિયોને ચાર અલગ અલગ એન્ગલથી શૂટ કરવામાં આવ્યો છે. હજુ એક મિનિટ અને સાત સેકન્ડની ફૂટેજ આવી છે. જેમણે વીડિયો ઉતાર્યો છે તેમની પાસે આખો વીડિયો હજુ પણ છે. બીજી બાજુ ઝુબૈર રાડો પાડી પાડીને દાવો કરી રહ્યો છે કે, આ વીડિયો ફેક છે.

પાકિસ્તાનના બાગી ન્યૂઝ ચેનલની રિપોર્ટ પ્રમાણે ઝુબૈરનો આ વીડિયો તેમની જ પાર્ટીની નેતા અને નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝે લીક કરાવ્યો છે. રિપોર્ટ મુજબ મરિયમ થોડા સમય પહેલા વીડિયો અંગે વાત વાતમાં ઈશારો પણ કરી ચૂકી હતી.
આ વીડિયોમાં કેટલાક લોકોના નિવેદન પણ છે. આ લોકોનો દાવો છે કે ઝુબૈર કેટલાય સમયથી છોકરીઓને નોકરીની લાલચ આપી જાળમાં ફસાવતો હતો અને બાદમાં તેમનું યૌન શોષણ કરતો હતો. સિંધના ગવર્નર પદ પર રહેવા છતાં તેની રંગરેલિયોની વાતો ઉડતી ઉડતી આવતી હતી. કેટલાક મીડિયા રિપોર્ટ્સ એવો દાવો પણ કરી રહ્યા છે કે ઝુબૈરે દસ છોકરીઓનું યૌન ઉત્પીડન કર્યું છે.

ઝુબૈરના ભાઈ અસદ ઉમર ઈમરાન સરકારમાં કેબિનેટ મંત્રી છે. બીજી બાજુ ઝુબૈર નવાઝ શરીફની પાર્ટી PML-Nના સીનિયર લીડર છે. કેન્દ્રિય મંત્રી અને સિંધના ગવર્નર પણ રહી ચૂક્યા છે. ઝુબૈર નવાઝના ભાઈ શહબાઝ શરીફના નજીકના વ્યક્તિ પણ રહી ચૂક્યા છે. શહબાઝ અને ઝુબૈરની જોડીને નવાઝની પુત્રી મરિયમ પોતાના માટે ખતરો માને છે. મરિયમની પોતાના કાકા શાહબાઝની સાથે વાતચીત પણ નથી થતી. એક જ પાર્ટીમાં રહેવા છતાં બંને રેલીઓ પણ અલગ અલગ કરે છે. માનવામાં આવી રહ્યું છે કે શહબાઝનું પત્તુ કાપવા માટે મરિયમે ઝુબૈરને બલિનો બકરો બનાવ્યો છે.
ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક એ ઈન્સાફમાં આશરે 60 ટકા નેતા અને સરકારમાં મંત્રી એવા છે જે એક સમયે પીએમએ-એન અર્થાત્ નવાઝની પાર્ટીમાં રહી ચૂક્યા છે. ગૃહમંત્રી શેખ રશીદ, કોમ્યુનિકેશન મિનિસ્ટર ફવાદ ચૌધરી અને પંજાબ પ્રાન્તના એક મંત્રીનો આપત્તિજનક વીડિયો પહેલા જ સામે આવી ચૂક્યો છે. આ વીડિયો ટિકટોક સ્ટાર હરીમ શાહે જાહેર કર્યા હતા. એ પછી અચાનકથી હરીમને દેશ છોડવો પડ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત