Team Chabuk-Gujarat Desk: મધ્ય ગુજરાતની સહુથી મોટી સરકારી સયાજી હોસ્પિટલના આંગણે ૧૦૦ કરોડ કોરોના રસીકરણની રાષ્ટ્રીય સિદ્ધિ નિમિતે આરોગ્ય પરિવારે ઉજવણી કરી હતી. તબીબો, નર્સિંગ સ્ટાફ અને આરોગ્ય કર્મચારીઓએ આ સિદ્ધિ માતાજીને સમર્પિત કરતાં હોય તેમ માસ્ક,સેનેટાઈઝરની બોટલ અને કોરોનાની રસીની વાયલ હાથમાં રાખીને ગરબા કર્યા હતા. મીઠાઈની વહેંચણી કરીને સહુએ મોઢું મીઠું કર્યું હતું.
અમારી હોસ્પિટલમાં છેલ્લા ૧૦ મહિનાથી કોરોનાની રસી મૂકવામાં આવી રહી છે અને જેમણે હજુ સુધી રસી લીધી નથી એ પોતાના જીવનની રક્ષા માટે અમારે ત્યાં રસી મુકાવી લે તેવો અનુરોધ કરતાં સહ પ્રાધ્યાપક ડો.બેલીમ ઓ.બી. એ જણાવ્યું કે, અમારા કેન્દ્ર ખાતે પહેલો અને બીજો ડોઝ મળીને કુલ ૩૫ હજારને રસી મૂકવામાં આવી છે.
૨૦ હજાર લોકોએ પહેલો અને ૧૫ હજાર લોકોએ બીજો ડોઝ અમારે ત્યાં લીધો છે અને રસી રક્ષિત થયાં છે. નર્સિંગ સ્ટાફના પલ્લવી પરમાર અને સપના શાહ ડે વનથી રસી મૂકવાની સેવા આપી રહ્યાં છે અને તેમણે આમ આદમીથી લઈને વડોદરાના રાજવી પરિવારના સદસ્યો, તત્કાલીન મંત્રી, ધારાસભ્યો, પદાધિકારીઓ અને પ્રશાસન અને પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓને રસી મૂકી છે. આવા કર્મયોગીઓને પરિણામે રસિકરણ સફળ થઈ રહ્યું છે. હાલમાં સંભવિત ત્રીજી લહેરને આપણે વિલંબિત કરી શક્યા છે.
છેલ્લા બે દિવસથી વડોદરામાં કોરોના પોઝિટિવ કેસો શૂન્ય છે. અમારા ૭૦૦થી વધુ પથારીના વોર્ડ બંધ થઈ ગયાં છે. રસી મૂકનારા આવા સમર્પિત કર્મયોગી અને સતત રસી પૂરી પાડનાર રાજ્ય સરકાર, ભારત સરકારને લીધે આ શક્ય બન્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત