Homeગામનાં ચોરેગોગીએ જ્યારે ખ્યાતનામ ડાન્સર અને સિંગરને 12 ગોળીઓ મારી

ગોગીએ જ્યારે ખ્યાતનામ ડાન્સર અને સિંગરને 12 ગોળીઓ મારી

Team Chabuk-National Desk: દિલ્હીની રોહિણી કોર્ટમાં શુક્રવારે ધડાધડ ફાયરિંગમાં ઢેર થયેલો ગેંગસ્ટર જીતેન્દ્ર ગોગી એનસીઆર અને હરિયાણાનો કુખ્યાત ગેંગસ્ટર હતો. તેના પર હત્યા અને લૂંટના કેટલાય કેસ દાખલ હતા. હરિયાણામાં ગોગી પર 23 વર્ષીય ગાયિકા અને ડાન્સર હર્ષિતા દહિયાની ગોળી મારીને કરપીણ હત્યા કરવાનો પણ આરોપ હતો.

rps baby world

ઓક્ટોબર 2017માં સોનીપતના ગામ નાહરા-નાહરીની રહેવાસી હરિયાણવી ગાયિકા અને ડાન્સર હર્ષિતાની દહિયા સ્વતંત્ર નગર નરેલા, દિલ્હીના ચમરાડા અને કાકોદાની વચ્ચે ગોળી મારીને હત્યા નીપજાવી નાખવામાં આવી હતી. તે એક કાર્યક્રમથી પોતાની આઈ-10 કારમાં ડ્રાઈવર અને બે અન્ય સહયોગી સાથે પરત આવી રહી હતી. કાર જેવી ચમરાડા ગામથી કાકોદાની તરફ ચાલી ગઈ તો પાછળથી કાળા રંગની ફોર્ડ ફિગો ગાડી આવી અને હર્ષિતાની કારને અથડાઈ.

rps baby world

ગેંગસ્ટર્સે ડ્રાઈવર અને સહયોગી યુવક સંજીવને નીચે ઉતારી દીધો હતો અને હર્ષિતા ચૌધરીને ગાડીની પાછળની સીટ પર બેઠા બેઠા માથા તથા ગરદનના ભાગે ગોળી મારી દીધી હતી. હર્ષિતા ચૌધરીની ઘટનાસ્થળ પર જ મોત થઈ ગઈ હતી. પોસ્ટમાર્ટમ રિપોર્ટમાં તેને 10-12 ગોળી લાગી હોવાનો ખુલાસો થયો હતો. હર્ષિતાના જીજુ દિનેશ કરાલાએ હત્યા કરાવી હોવાની વાતનો પણ સ્વીકાર કર્યો હતો.

rps baby world

દિનેશ કરાલાએ ગેંગસ્ટર જીતેન્દ્ર ઉર્ફ ગોગીનું નામ લીધું હતું. તે પોતાના શાર્પ શૂટર કુલદીપ ફજ્જાની સાથે હત્યાઓ કરતો હતો. પોલીસ અનુસાર દિનેશ અને જીતેન્દ્ર ખૂબ નજીક હતા. ગોગીએ કાલરાની પાસેથી હર્ષિતાની હત્યા કરવા માટે એક પાઈ સુદ્ધા લીધી નહોતી. આ દરમ્યાન ગોગી પોતાની માતાની હત્યાના આરોપમાં જેલમાં બંધ હતો. 19 ફેબ્રુઆરી 2020માં ગોગી અને તેના ધરપકડ થયેલા સાથી મિત્રઓએ ટિલ્લૂ ગેંગનો સાથ દેવાની શંકામાં પવન અને અંચિલ ઠાકુર પર ધાણીફૂટ ગોળીબાર કર્યો હતો. ઠાકુરને 26 ગોળીઓ લાગી હતી અને તેનું ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયું હતું.

rps baby world

મોસ્ટ વોન્ટેડની લિસ્ટમાં ટોપ પર રહી ચૂકેલો ગેંગસ્ટર ગોગી તિહાડ જેલથી દુબઈના વેપારી પાસેથી પાંચ કરોડ રૂપિયા માગવાના કારણે પણ સમાચારમાં હતો. ગેંગસ્ટર ગોગી પર હત્યા, પોલીસ પર હુમલો, ખંડણી માગવી જેવા કેસ ચાલી રહ્યા હતા. જીતેન્દ્ર ઉર્ફ ગોગીને ગત વર્ષે ગુરૂગ્રામાંથી પકડી પાડ્યો હતો. જે સમયે તેની ધરપકડ કરવામાં આવી એ સમયે તેના પર આઠ લાખનું ઈનામ હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments