Homeગુર્જર નગરીવલસાડ: મોબાઈલમાં ફોટો પાડી રહેલા દારૂડિયાની મહિલાએ ધોલાઈ કરી નાખી

વલસાડ: મોબાઈલમાં ફોટો પાડી રહેલા દારૂડિયાની મહિલાએ ધોલાઈ કરી નાખી

Team Chabuk-Gujarat Desk: વલસાડના સેલવાસ પંથકમાં વાઈરલ થયેલા એક વીડિયોને લઈ ભારે ચર્ચા જાગી છે. અહીં એક સાપ્તાહિકનો તંત્રી દારૂના નશામાં ધૂત થઈ મહિલાનો ફોટો પાડી તેને પરેશાન કરી રહ્યો હતો. જવાબમાં મહિલાએ બૂમાબૂમ કરતા ત્યાં ઉભેલા સ્થાનિક યુવાઓ અને કેટલીક મહિલાઓ દોડી આવી હતી અને તેમણે દારૂના નશામાં ચકચૂર થયેલા વ્યક્તિને મેથીપાક ચખાડ્યો હતો. આ ઘટનાનો કોઈએ વીડિયો પણ બનાવ્યો અને વાઈરલ કર્યો, જેમાં સાપ્તાહિકના તંત્રીને મસાલો મળી રહ્યાનું દેખાઈ રહ્યું છે.

ઘટનાની પ્રાપ્ત વિગતો કંઈક એવી છે કે વલસાડની નજીક આવેલા દાદરા નગર હવેલીના સેલવાસના આઈટીઆઈ રોડ શિવસેના કાર્યાલય નજીક, મોડી રાત્રે દારૂના નશામાં ચકચૂર એક સાપ્તાહિકના તંત્રી એસટી કુમારે રસ્તેથી પસાર થતી મહિલાનો મોબાઈલમાં ફોટો પાડી તેને કનડગત કરી હતી. જાગૃત મહિલાએ આ અંગે સાપ્તાહિકના દારૂના નશામાં ધૂત વ્યક્તિને પાઠ ભણાવ્યો હતો. તેણીએ બૂમાબૂમ કરતા લોકોનો જુવાળ એકઠો થઈ ગયો હતો.

દારૂડિયો જમીન પર વીલા મોઢે બેસી ગયો હતો અને પછી સાડીમાં સજ્જ મહિલાએ તેને ચપ્પલ વડે લમધાર્યો હતો. તેના મોઢાના ભાગે ચપ્પલ ફટકાર્યાં હતા. બાદમાં કેટલાક યુવાનોએ પણ તેને ઉભો કરી ગાલ પર થપ્પડોનો વરસાદ કર્યો હતો. આ વીડિયોમાં મારા મારનારાઓ અપશબ્દો પણ બોલી રહ્યા છે. બચવા માટે દારૂડિયો હવાતિયાં મારી રહ્યો છે. તેને મહિલા આકરા શબ્દોમાં ખખડાવી પણ રહી છે. ટોળું પણ તમાશાનો આનંદ માણી રહ્યું છે.

બાદમાં મહિલાની પોલીસ ફરિયાદના આધારે નશામાં ચકચૂર દારૂડિયા તંત્રીની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસ માહિતીમાં સામે આવ્યું છે કે એક સમયે એસ.ટી. કુમાર શિવસેનાના હોદ્દા પર પણ રહી ચૂક્યો હતો અને હાલમાં સેલવાસમાં કામદાર સંગઠન ચલાવી રહ્યો છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments