Homeગુર્જર નગરીજામનગર: સાત મહિના પહેલા મૃત્યુ પામેલા વ્યક્તિને વેક્સિનના બીજા ડોઝનું પ્રમાણપત્ર આપવામાં...

જામનગર: સાત મહિના પહેલા મૃત્યુ પામેલા વ્યક્તિને વેક્સિનના બીજા ડોઝનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું

Team Chabuk-Gujarat Desk: ને ફરી એક વખત વેક્સિનનો ડોઝ ચર્ચામાં છે. આ વખતે વારો જામનગરનો વારો આવ્યો છે. જ્યાં ઓમિક્રૉન વેરિયેન્ટનો એક કેસ હોવાની પુષ્ટી પણ થઈ છે. અહીં સાત મહિના પહેલા મૃત્યુ પામેલા વ્યક્તિને કોર્પોરેશને વેક્સિન આપ્યાનું પ્રમાણપત્ર આપ્યું છે. જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના પૂર્વ નેતાએ કમિશ્નરની સમક્ષ રજૂઆત કરી હતી કે, જામનગરમાં જે વ્યક્તિ મૃત્યુ પામી છે, તેને કોરોનાની રસીના બીજા ડોઝનું પ્રમાણપત્ર આરોગ્યકર્મીએ પરિવારજનોના ઘરે જઈને આપ્યું.

આ વાત પુરાવા સહિત સામે લાવનારા નેતા જામનગર વોર્ડ નંબર બારના કોંગ્રેસના કોર્પોરેટર અને વિપક્ષના પૂર્વ નેતા અસલમ ખીલજી છે. તેમણે આ અંગેની રજૂઆત મહાનગર પાલિકામાં કરી હતી. તારીખ 3-4-2021ના રોજ જામનગર શહેરના જયંતીલાલ પરમાર કે જેઓ મોરકંડા રોડ વિસ્તારમાં રહે છે તેમનું નિધન થયું હતું. તોપણ તારીખ 30-11-2021ના રોજ મૃતક જયંતીલાલને વેક્સિનના બીજા ડોઝનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું. સર્ટિફિકેટ આપનારા મહિલા આરોગ્યકર્મીનું નામ રૂતુબહેન ભેંસદડિયા છે. તેઓએ મૃતકના ઘરે જઈ વેક્સિનનું સર્ટિફિકેટ આપ્યું હતું.

કોંગ્રેસના કોર્પોરેટર અને વિપક્ષના પૂર્વ નેતા અસલમ ખીલજીએ સવાલો ઉઠાવ્યા હતા કે, શું લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે ખોટા પ્રમાણપત્રો બનાવવામાં આવ્યા છે. જે વ્યક્તિ સાત મહિના પહેલા જ મૃત્યુ પામી છે તેને વેક્સિનનું પ્રમાણપત્ર કેવી રીતે મળે? આ વાત પર જવાબ આપતા જામનગર મહાનગર પાલિકાના નાયબ કમિશ્નર એ.કે વસ્તાણીએ કહ્યું હતું કે, કોઈ મૃતક વ્યક્તિને રસી આપી હોય અને તેના ઘર પર સાત મહિના બાદ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હોવાની કોઈ પણ પ્રકારની ફરિયાદ મળી નથી. જે ટેકનિકલ ભૂલ હોય શકે છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments