Homeગુર્જર નગરીવલસાડઃ ICICI જેવી મોટી બેંકને નકલી દાગીના પધરાવી લાખોની ગોલ્ડ લોન (gold...

વલસાડઃ ICICI જેવી મોટી બેંકને નકલી દાગીના પધરાવી લાખોની ગોલ્ડ લોન (gold loan) લઈ લીધી

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં એક ખાનગી બેંક સાથે થયેલી મોટી છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. એક ઠગ ગેંગે ખાનગી બેંકને લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. ઘટના વલસાડ જિલ્લાની છે. વલસાડના ભીલાડમાં એક ગેંગે આઈસીઆઈસીઆઈ (ICICI) બેંકને નકલી સોનું પધરાવીને તેના પર લાખો રૂપિયાની ગોલ્ડ લોન (gold loan) લઈ લીધી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. બેંકના ઓડિટ વખતે સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે. બેંક સાથે થયેલી આ ઠગાઈનો મામલો પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસે આ ઠગ ગેંગને ઝડપી પાડી છે.

ભીલાડમાં આઈસીઆઈસીઆઈ (ICICI) બેંકને લાખો રૂપિયાનો ચૂનો લગાવનાર ઠગ ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 14 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે અને તમામ આરોપીઓને જેલના સળિયા ગણતા કરી દીધા છે. આ ઠગ ગેંગ આઈસીઆઈસીઆઈ (ICICI) બેંકને જે રીતે ચૂનો લગાવતી હતી તે જાણીને ખુદ બેંક અને પોલીસ પણ ચોંકી ગઈ હતી.

સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો, વલસાડ જિલ્લાના ભીલાડમાં આઈસીઆઈસીઆઈ (ICICI) બેંકની બ્રાન્ચ આવેલી છે. આ બેંકમાં વર્ષ 2019 થી 2020 દરમિયાન 17 જેટલા ગ્રાહકોએ 20 ગોલ્ડ લોન એકાઉન્ટ ખોલાવી બેંકમાં 803 ગ્રામ કથિત સોનું જમા કરાવ્યું હતું અને આ સોનાના બદલામાં બેંક પાસેથી 20 લાખ રૂપિયાથી વધુની લોન લીધી હતી. જ્યારે બેંકના ઇન્ટર્નલ ઓડિટમાં ગ્રાહકોએ લોન માટે મોર્ગેજમાં મૂકેલા સોનાના દાગીના નકલી હોવાની જાણ થઈ હતી. બેંકમાં જે સોનું મૂક્યું હતું કે ખરેખર સોનું નહીં પણ સોનાનો ઢોળ ચડાવેલા પીળી ધાતુ હોવાનું ખુલ્યું હતું. બેંકના અધિકારીઓને આ હકીકતની જાણ થતાં તેઓ દોડતાં થઈ ગયા હતા.

આઈસીઆઈસીઆઈ (ICICI) જેવી મોટી બેંકને આ રીતે નકલી સોનું પધરાવી લાખો રૂપિયાની લોન લઈ લેતાં બેંક સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ બેંક દ્વારા ભીલાડ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. મોટી બેંક સાથે આ પ્રકારની છેતરપિંડી થઈ હોવાથી પોલીસે પણ આરોપીઓને પકડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસને ગણતરીના સમયમાં જ બેંક સાથે ઠગાઈ કરનારને ઝડપી લેવામાં સફળતા મળી હતી. પોલીસે ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 14 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

આઈસીઆઈસીઆઈ (ICICI) બેંક સાથે ઠગાઈ કરનાર ગેંગનો મુખ્ય સૂત્રધાર ભીલાડનો જ રફીક હુસેન શેખ હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. રફીક હુસેન શેખ મુંબઈના સુરજ નંદકિશોર શાહુ નામના શખ્સ પાસેથી સોનાનો ઢોળ ચડાવેલા પીળી ધાતુના દાગીના લાવતો હતો. ત્યારબાદ રફીક હુસેને શશી ઉદય મૌર્યા નામના એક શખ્સ સાથે મળીને બેંકમાંથી ગોલ્ડ લોન (gold loan) લેવા માટે ગ્રાહકોની સિન્ડીકેટ બનાવી હતી. ત્યારબાદ આઈસીઆઈસીઆઈ (ICICI) બેંકમાં ગોલ્ડ લોન (gold loan) એકાઉન્ટ ખોલાવીને આ પીળી ધાતુના દાગીનાને સોનાના દાગીના ગણાવીને બેંકમાં મોર્ગેજમાં મૂકી તેના પર લાખો રૂપિયાની લોન લેતા હતા.

પોલીસ તપાસમાં એવી પણ વિગતો સામે આવી છે કે આ શાતિર આરોપીઓ બેંકની ગોલ્ડ લોનની (gold loan) પ્રોસેસથી વાકેફ હતા. તેથી ગોલ્ડ લોન (gold loan) લેતા પહેલા બેંક દ્વારા સોનાના દાગીનાનો જે ટેસ્ટ કરવામાં આવે છે તેમાં પકડાય નહીં તે માટે પીળી ધાતુના દાગીના પર સોનાનો ઢોળ ચડાવી દેતા હતા. જેથી સોનાના દાગીઓના સ્ટોન રેબિંગ ટેસ્ટ અને નાઇટ્રિક એસિડ ટેસ્ટમાંથી દાગીના આરામથી પાસ થઈ જતાં હતા.

આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ બેંકના ઇન્ટર્નલ ઓડિટ વખતે દાગીનાની ખરાઈ કરતાં થયો હતો. હાલ પોલીસે તમામ આરોપીઓને જેલની હવા ખાતા કરી દીધા છે. આરોપીઓની પૂછપરછમાં આ પ્રકારે અન્ય કઈ બેંક સાથે છેતરપિંડી કરી છે તેની વિગતો પણ બહાર આવી શકે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments