Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર ઘટ્યો છે. જો કે, ડેલ્ટા પ્લસ વેરિયન્ટની એન્ટ્રીથી તંત્રની ચિંતા વધી છે. વડોદરમાં એક મહિલાના કોરોનાના લેવાયેલા સેમ્પલમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ જોવા મળતાં તંત્ર દોડતું થયું છે. વાઘોડિયાના જરોદ ગામની મહિલા કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટની શિકાર બની છે. જેને લઈને મહિલાના સંપર્કમાં આવેલા 27 લોકોના સેમ્પલ લેવાયા હતા. સદનસીબે તમામ 27 લોકોના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. મહિલામાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ક્યાંથી આવ્યો તે અંગે પણ તંત્રએ તપાસ હાથ ધરી હતી. તપાસમાં મહિલાની મુંબઈની હિસ્ટ્રી સામે આવી છે. એપ્રિલ મહિનામાં મહિલા મહારાષ્ટ્ર ગઈ હતી.
રિકવરી રેટ વધ્યો
ગુજરાતમાં કોરોનાના વળતા પાણી છે. છેલ્લા કેટલાય દિવસથી રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રવિવારે રાજ્યમાં નવા માત્ર 112 કેસ નોંધાયા હતા. જ્યારે 305 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. બીજી તરફ એક દિવસમાં રાજ્યમાં 3 લોકોએ જીવ ગુમાવ્યો હતો. કોરોનાના કેસમાં સતત ઘટાડા અને સાજા થનારા દર્દીની સંખ્યામાં વધારો થતાં રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધ્યો છે. ગુજરાતમાં કોરોનાનો રિકવરી રેટ વધી ને 98.33 ટકાએ પહોંચી ગયો છે.
કોરોનાનો કહેર ઘટ્યો
જિલ્લો કેસ
અમદાવાદ 24
સુરત 20
વડોદરા 21
રાજકોટ 09
ગાંધીનગર 02
જામનગર 03
જૂનાગઢ 04
કચ્છ 03
ગીર સોમનાથ 02
નવસારી 04
ખેડા 02
પંચમહાલ 02
વલસાડ 04
સુરેન્દ્રનગર 02
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 10 હજાર 51 લોકોના નિધન થયા છે. હાલ ગુજરાતમાં કુલ 3 હજાર 666 દર્દી સારવાર હેઠળ છે. જેમાંથી કુલ 21 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે અન્ય દર્દીઓની હાલત સ્થિર છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 8 લાખ 09 હજાર 506 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત