Homeગુર્જર નગરીવલસાડના ગામમાં ચાલી રહેલા ભોજપુરી ફિલ્મના શૂટિંગમાં કોરોનાના નિયમો ભૂલાતા પોલીસે ઇન્ટરવલ...

વલસાડના ગામમાં ચાલી રહેલા ભોજપુરી ફિલ્મના શૂટિંગમાં કોરોનાના નિયમો ભૂલાતા પોલીસે ઇન્ટરવલ પાડ્યો

Team Chabuk-Gujarat Desk: સમગ્ર દુનિયામાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે.  કોરોના મહામારીએ અર્થતંત્રને પણ પાંગળું પુરવાર કરી દીધું છે. હજુ તો માંડ માંડ એમાંથી ઉભા થઈ રહ્યા છીએ ત્યાં જ ત્રીજી લહેરની પણ ચેતવણી આપી દેવામાં આવી છે. સરકારે પણ ત્રીજી લહેર સામે લડવા માટે નિયમો કડક બનાવ્યા છે. પરંતુ અમુક લોકો આ કોરોનાને ગંભીરતાથી ન લઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. વલસાડ જિલ્લામાં આજે એક એવી ઘટના બની જેમાં પોલીસને રેડ પાડવી પડી.

વલસાડ જિલ્લામાં એક ભોજપુરી (Bhojpuri) ફિલ્મ (film)નું શૂટિંગ (Shooting) ચાલી રહ્યું હતું. ત્યાં અચાનક જ પોલીસ પહોંચી અને તપાસ કરી તો ચોંકાવનારી હકીકત સામે આવી. ઘટનાની પ્રાપ્ત વિગતો જોઈએ તો વલસાડ જિલ્લાના કુદરતી અને રમણીય ગામ વલવાડામાં અવાર નવાર ફિલ્મોના શૂટિંગ ચાલતા હોય છે. તેવામાં આજે વલવાડામાં એક ભોજપુરી ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. ફિલ્મનું શૂટિંગ નિહાળવા માટે લોકોના ટોળેટોળા ગામમાં ઉમટી પડ્યા હતા. જેની જાણ ગામના સરપંચને થતાં તેમણે પોલીસને આ અંગેની જાણકારી આપી હતી. બસ પછી શું પોલીસ પહોંચી ગામમાં અને ગામમાં ભાગદોડ મચી ગઈ.

સરપંચે ગામમાં લોકોના ટોળા એકઠાં થયા હોવાની જાણકારી આપતા જ  ભીલાડ પોલીસનો કાફલો ગામમાં આવી પહોંચ્યો હતો. પોલીસ શૂટિંગ સ્થળે પહોંચીને ફિલ્મના દિગ્દર્શક અને પોડ્યુસર પાસે પરવાનગી લીધી છે કે કેમ તેની પુછપરછ કરી હતી. પરંતુ પોલીસને જાણવા મળ્યું હતું કે શૂટિંગ કરવા માટેની કોઈ પરવાનગી લેવામાં આવી નથી. જેથી પોલીસે ભોજપુરી ફિલ્મના પ્રોડક્શન મેનેજર બૈજનાથ સોની અને ફિલ્મના પ્રોડ્યુસર સમીર આફતાબ નીશાર વિરુદ્ધ ગુનો નોંધી બન્નેની અટકાયત કરવામાં આવી હતી. આમ ભોજપુરી ફિલ્મના શૂટિંગામાં ભીલાડ પોલીસે પહોંચીને શૂટિંગને બંધ કરાવ્યું હતું.

મહત્વનું છે કે વલસાડ જિલ્લાના વલવાડા ગામમાં કુદરતી પ્રકૃતિ ચોમાસામાં સોળે કળાએ ખીલેલી હોય છે. અહીનું વાતાવરણ પણ રમણીય હોય છે અને અહીં શૂટિંગ ઓછા ખર્ચે થઈ જતું હોવાથી અનેક ફિલ્મ અને ગીતના શૂટિંગ અહીંયા થાય છે. ત્યારે આજે પણ વલવાડા ગામમાં આવેલા જાણીતા સાંઈ મંદિરમાં ભોજપુરી ફિલ્મના જાણીતા અભિનેતા ખેસારી લાલ અને અભિનેત્રીને સાથે રાખીને શૂટિંગ કરવામાં આવી રહ્યું હતું. જેથી અભિનેતા ખેસારી લાલ અને અભિનેત્રીને જોવા માટે ગામમાં ટોળેટોળા ઉમટી પડ્યા હતા. શૂટિંગ સ્થળે કોરોનાની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ થતો દેખાઈ રહ્યો હતો. જેથી પોલીસે આવીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments