Homeસિનેમાવાદદિલીપ જોશી પહેલાં આ કલાકારોને થઈ હતી ‘જેઠાલાલ’ના પાત્ર માટે ઓફર

દિલીપ જોશી પહેલાં આ કલાકારોને થઈ હતી ‘જેઠાલાલ’ના પાત્ર માટે ઓફર

Team Chabuk-Entertainment Desk: પોતાની જબરદસ્ત કોમિક ટાઈમિંગના કારણે દિલીપ જોશી જાણીતા ટીવી શૉ `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલના પાત્રમાં ખૂબ જાણીતા છે. દિલીપ જોશી 2008થી આ રોલમાં દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે. દર્શકો પણ તેમને આ રોલમાં ખૂબ પસંદ કરી રહ્યા છે પરંતુ શું તમે જાણો છો કે દિલીપ જોશી આ પાત્ર માટે પહેલી પસંદ ન હતા. તેમની પહેલાં કેટલાય કલાકારોએ આ પાત્ર ભજવવાની મનાઈ કરી દીધી હતી જે બાદ આ રોલ દિલીપ જોશીને મળ્યો હતો. આ રોલ બાદ જ દિલીપ જોશીના નશીબ બદલાઈ ગયા. જોઈએ ક્યા ક્યા કલાકારોને જેઠાલાલના રોલની ઓફર થઈ હતી.

યોગેશ ત્રિપાઠીઃ ‘ભાભીજી ઘર પર હૈ’માં હપ્પૂ સિંહના પાત્રમાં જોવા મળતા યોગેશને જેઠાલાલના પાત્ર માટે ઓફર થઈ હતી. યોગેશ ત્રિપાઠી જેઠાલાલ બની શક્યા હોત. જો કે, તેણે ભાભીજીના શૂટિંગમાં વ્યસ્ત હોવાનું કારણ આપી આ રોલ માટે મનાઈ કરી દીધી હતી.

રાજપાલ યાદવઃ બોલિવુડના જાણીતા કોમેડિયન રાજપાલ યાદવને પણ જેઠાલાલના રોલ માટે ઓફર કરવામાં આવી હતી. જો કે, રાજપાલ યાદવ ટેલિવિઝન પર કામ કરવા ન હતો માગતો અને બોલિવુડ પર જ ફોકસ કરવા માગતો હતો જેથી તેણે પણ આ રોલ માટે મનાઈ કરી દીધી હતી.

અહેસાન કુરૈશીઃ અહેસાન  પણ સ્ટેન્ડ અપ કોમેડિયન છે. તેણે પણ જેઠાલાલનો રોલ ભજવવાની મનાઈ કરી દીધી હતી. તેણે આવું કેમ કર્યું તે અંગેનું કારણ બહાર ન હતું આવ્યું.

અલી અસગરઃ કહાની ઘર ઘર કી, કુટુંબ, કોમેડી સર્કસ, કોમેડી નાઈટ્સ વિથ કપીલ જેવા શૉમા કામ કરનારા અલી અસગરને પણ જેઠાલાલના રોલ માટે ઓફર થઈ હતી. અલીને જેઠાલાલના રોલ માટે પરફેક્ટ માનવામાં આવી રહ્યો હતો પરંતુ વ્યસ્તતાના કારણે તે પણ આ રોલ કરી શક્યો નહી.

કિકૂ શારદાઃ ધ કપિલ શર્મા શૉ દ્વારા પોતાની ઓળખ ઉભી કરનારા કિકૂને પણ જેઠાલાલનો રોલ ભજવવા કહેવાયું હતું પરંતુ તેણે લાંબી સિરીયલમાં કામ કરવાની મનાઈ કરી દીધી હતી. તેણે કહ્યું હતું કે તે સ્ટેન્ડ અપ કોમેડીમાં જ ખુશ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments