Homeગુર્જર નગરીવલસાડની આ દુકાનમાં ગ્રાહકને આઈસ હલવામાંથી ‘જીવતી ઈયળ’ ફ્રીમાં મળી!

વલસાડની આ દુકાનમાં ગ્રાહકને આઈસ હલવામાંથી ‘જીવતી ઈયળ’ ફ્રીમાં મળી!

Team Chabuk-Gujarat Desk: તકેદારી ન રાખવાના કારણે ભોજનમાંથી જીવાતો અને ઈયળો નીકળતી રહી છે. જેનો ભોગ સામાન્ય ગ્રાહક બનતો હોય છે. આવો જ કિસ્સો વલસાડ શહેરમાં નોંધાયો છે. જ્યાં ગ્રાહકને આઈસ હલવામાંથી જીવતી ઈયળ નીકળી અને દેકારો મચી ગયો.

વલસાડના એવરસાઈન ટાવરમાં રહેતા મોહમ્મદ શોએબ.એ.મલેક નામેરી વ્યક્તિએ હાલરરોડ ખાતે આવેલી જોધપુર સ્વીટ નામની દુકાનમાંથી હલવો ખરીદ્યો હતો. હલવો ખરીદીને ગ્રાહક ઘરે આવ્યો અને બોક્સ ખોલી એક ટુકડો લેતા તેમાં જીવતી ઈયળ નજરે પડી હતી.

આવી એક નહીં, શોએબ ભાઈએ ધ્યાનથી જોયું તો જ્યાં જ્યાં નજર પડે ત્યાં ત્યાં ઈયળ દેખાય. બોક્સમાં એકના વિનાની ઘણી ઈયળો હતી. આ અંગે જ્યારે ગ્રાહક શોએબભાઈ ફરી દુકાને ગયા અને પોતાની રજૂઆત કરી તો તેમને એવો ઉડાઉ જવાબ મળ્યો હતો કે, થોડી ઘણી તો નીકળે.

શોએબભાઈએ જ્યારે આઈસ હલવાની ભરેલી ટ્રેમાં નજર નાખી તો તેમાં સંખ્યાબંધ ઈયળો ખદબદી રહી હતી. શોએબ ભાઈ આખરે ઉગ્ર થઈ ગયા અને આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવવા લાગ્યા. સ્થિતિ કાબુ બહાર જતી હોવાનું લાગતા આખરે દુકાનદારે ગ્રાહકની માફી માગી હતી.

તેણે આ અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, લોકડાઉનમાં દુકાન બંધ હતી જેના કારણે આ થયું છે અને આજે જ દુકાન ખોલી છે. આવનારા સમયમાં આમ નહીં થાય તેવી તેણે વાત ઉચ્ચારી હતી. બાદમાં શોએબભાઈએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ પુરાવા સાથે કરી છે. શોએબભાઈની માંગણી છે કે દુકાનદાર સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે અને તેને પાઠ ભણાવવામાં આવે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments