Homeગુર્જર નગરીવલસાડ: જે વોટ્સએપ ગ્રુપમાં ભાજપના કદાવર નેતાઓ હતા ત્યાં જ કોઈએ ‘ગરમા...

વલસાડ: જે વોટ્સએપ ગ્રુપમાં ભાજપના કદાવર નેતાઓ હતા ત્યાં જ કોઈએ ‘ગરમા ગરમ’ વીડિયો અપલોડ કરી દીધો

Team Chabuk-Gujarat Desk: અવાર નવાર સમાચારો આવતા રહે છે કે કોઈ વ્યક્તિએ રાજકીય ગ્રુપમાં અશ્લીલ વીડિયો અપલોડ કરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. એ સમાચાર પછી હવામાં ઓગળી જાય છે. ગ્રુપના સદસ્ય જે તે અપલોડકર્તા વ્યક્તિને રિમૂવ કરી નાખે છે. ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની છે. કોઈ કોઈ વખત તો એવું થાય છે કે ગ્રુપમાં મહિલા સભ્યની હાજરી હોય છે અને અશ્લીલ વીડિયો અપલોડ થઈ જાય છે.

આવું જ કંઈક થયું વલસાડના કપરાડા તાલુકાના વિધાનસભા ભાજપના વોટ્સએપ ગ્રુપમાં. રાતના સમયે ગ્રુપના એક સભ્યએ ગરમાગરમ વીડિયો અપલોડ કરી દીધો. વીડિયો અપલોડ થતાં ગ્રુપની ગરમી વધી ગઈ હતી અને આ વ્યક્તિને ગ્રુપમાંથી રિમૂવ કરી દેવામાં આવ્યો હતો.

વીડિયો શેર થયાની માહિતી વાયુવેગે શહેરમાં પ્રસરી ગઈ હતી. એડમિને તો આ વ્યક્તિને તાત્કાલિક રિમૂવ કરી દીધો હતો પણ ત્યાં સુધીમાં થૂ થૂ થઈ ગઈ હતી. આ અશ્લીલ વીડિયો મેસેજમાં GIF ફાઈલ મોકલવામાં આવતા ગ્રુપના અનેક સદસ્યો ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઈ ગયા હતા. સામાન્ય લોકોમાં તો એવી ચર્ચા પણ ચાલી રહી છે કે ભાજપના ગ્રુપમાં આવા લોકો પણ છે જે અશ્લીલ વીડિયો મોકલી દે છે. ઘટના બન્યા બાદ ગ્રુપમાં એક્ટિવ અન્ય સભ્યોને પણ મર્યાદામાં રહેવા માટેની સૂચના આપી દેવામાં આવી હતી.

જણાવી દઈએ કે આ ગ્રુપમાં અન્ય કોઈ નહીં પણ પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી સહિત જિલ્લા ભાજપના અગ્રણી નેતાઓ હતા. ગુલાબભાઈ રાવત, હેમંતભાઈ કંસારા સહિત સોશિયલ મીડિયાના ઈન્ચાર્જ અને અન્ય કદાવર નેતાઓ પણ આ ગ્રુપમાં હતા. હાલ તો કપરાડાના ભાજપના વોટ્સએપ ગ્રુપમાં ફેલાયેલા આ ગંદવાડે ચર્ચા જગાવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments