Homeગુર્જર નગરીવલસાડઃ એક યુવક બે યુવતી સાથે એક જ મંડપમાં ફેરા ફરશે

વલસાડઃ એક યુવક બે યુવતી સાથે એક જ મંડપમાં ફેરા ફરશે

Team Chabuk-Gujarat Desk: વલસાડના કપરાડા વિસ્તારમાં એક અનોખા લગ્ન યોજાવા જઈ રહ્યા છે. આગામી તારીખ 9 મેના રોજ કપરાડામાં થનારા આ લગ્નમાં એક વર બે કન્યાઓ સાથે ફેરા ફરશે. લગ્નનો એક વિચિત્ર કિસ્સો ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. એક યુવક એક જ મંડપમાં બે યુવતીઓ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં કુતુહલ સર્જાયું છે. તો બીજી તરફ આ લગ્નની કંકોત્રી પણ સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહી છે. હવે લોકો પણ લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ લગ્ન વિશે વિગતે વાત કરીએ તો કપરાડાના નાનાપોંઢા ગામમાં રહેતા પ્રકાશ ગાવિત નામનો યુવક છેલ્લા ઘણા સમયથી બે યુવતી સાથે લીવ ઈન રિલેશનશીપમાં રહેતો હતો. જેમાં એક નયના નામની યુવતી નાનાપોંઢાની જ રહેવાસી છે જ્યારે બીજી કુસુમ નામની યુવતી વહિયાળ ગામની રહેવાસી છે. આ બન્ને યુવતીઓ ઘણા સમયથી પ્રેમી પ્રકાશના ઘરે પત્નીની જેમ જ રહેતી હતી. જો કે આદિવાસી સમાજમાં આ રીતે યુવક યુવતી સાથે રહી શકે છે. અને આર્થિક વ્યવસ્થા થાય પછી લગ્ન કરતાં હોય છે.

coop ahmedabad

આદિવાસી લોકોના ઘણા વિસ્તારોમાં આ રીતે લોકો સાથે રહે છે અને ત્યાર બાદ લગ્નગ્રંથીથી જોડાય છે. હવે આ જ રીતે 9 મેના રોજ પ્રકાશ ગાવિત આ બન્ને યુવતીઓ સાથે એક જ લગ્ન મંડપમાં લગ્ન કરશે. જેને લઈન આસપાસમાં વિસ્તારોમાં આ લગ્નને કારણે ભારે ચર્ચા થઈ રહી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments