Team Chabuk-Political Desk: સુરતમાં આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણનો મામલો સામે આવ્યો છે. ભાજપના કાર્યાલયે વિરોધ કરવા ગયેલા આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપીના દ્રષ્યો જોવા મળ્યા હતા. AAPના કાર્યકરો ભાજપ કાર્યાલયનો ઘેરાવો કરવા જતા ઘર્ષણ સર્જાયુ હતું. જેમાં કાર્યકર્તાઓ એકબીજા સામે બાખડી પડ્યા હતા. ઝપાઝપી થતા પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી.

ભાજપ કાર્યાલય પર આવતા આમ આદમી પાર્ટીના કાર્યકરોને પોલીસે રોક્યા હતા. પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડીયાને માર મારાયો અને ગોપાલ ઇટાલીયા સાથે ટપલીદાવ થયો હતો. ભાજપ કાર્યાલય પર વિરોધ પ્રદર્શન કરવા માટે આવેલા આમ આદમી પાર્ટીના કાર્યકરોને પોલીસની હાજરીમાં ભાજપના કાર્યકરોએ માર માર્યો હતો. આ વિરોધ પ્રદર્શન વચ્ચે ભાજપના કાર્યકરોએ ભારત માતાકી જય અને ખાલિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા.

આપના કાર્યકરોએ ભાજપ કાર્યાલય પર જવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે ભાજપના કાર્યકરો ગુસ્સે થયા હતા અને સામસામે આવી ગયા હતા. તેઓએ આપના કાર્યકર્તાઓને રોક્યા હતા. તો એકબીજા વચ્ચે મારામારી શરૂ થઈ હતી. પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા, પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડીયાને માર મારાયો
SURAT: આમ આદમી પાર્ટીના કાર્યકરોને ભાજપના કાર્યકરોએ માર માર્યાનો આરોપ#SURAT #AAP #BJP #clash pic.twitter.com/aW18bhvVfK
— thechabuk (@thechabuk) May 2, 2022
ગઈકાલે સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વિરોધ નોંધાવનાર કોર્પોરેટર અને કાર્યકર્તાઓને માર્શલો અને પોલીસ દ્વારા ખેંચીને બહાર કાઢ્યા હતા. આ સાથે એક કોર્પોરેટરનું ગળું દબાવ્યું હતું અને એક મહિલા કોર્પોરેટરના કપડાં પણ ફાડી નાખ્યા હતા. જેથી આજે આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ કાર્યાલય ખાતે વિરોધ નોંધાવ્યો હતો. આપના કાર્યકર્તાઓ વિરોધ દર્શાવી રહ્યા હતા ત્યારે જ તેઓને પકડીને પોલીસ વાનમાં બેસાડવામાં આવ્યા હતા. ત્યારે બંને પક્ષના કાર્યકર્તાઓએ મારામારી શરૂ કરી હતી.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત