Homeગુર્જર નગરીવલસાડઃ સ્પાઈડરમેનની માફક ઘરમાં ઘુસીને ચોરી કરતો શખ્સ પોલીસની જાળમાં ફસાયો

વલસાડઃ સ્પાઈડરમેનની માફક ઘરમાં ઘુસીને ચોરી કરતો શખ્સ પોલીસની જાળમાં ફસાયો

Team Chabuk-Gujarat Desk: વલસાડ જિલ્લામાં અને આસપાસના સંઘ પ્રદેશમાં ચોરી કરીને પોલીસ માટે માથાનો દુઃખાવો બની ચુકેલા એક રીઢા ગુનેગારને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. વલસાડ જિલ્લા સહિત સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં અનેક ગુનાને અંજામ આપનાર રીઢા ગુનેગારને વલસાડ એલસીબીએ ઝડપી પાડ્યો છે. આ ચોરની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો, દિવસ દરમિયાન આ શખ્સ જે તે વિસ્તારમાં રેકી કરતો હતો અને રાત્રે ઘર અથવા બંગલાના પાછળના ભાગે આવેલી ગેસ કે પાણીની પાઈપલાઈન મારફતે સ્પાઈડરમેનની જેમ ચડીને ચોરીને અંજામ આપતો હતો. આ રીઢા ગુનેગાર સામે અગાઉ અનેક ગુના નોંધાઈ ચુક્યા છે.

પોલીસે ઝડપેલા આ આપીનું નામ દીપક ઉર્ફે બોબડો છે. જે મૂળ મુંબઈનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ તરીકે નાસતો ફરતો દીપક ઉર્ફે બોબડો પોલીસ માટે માથાનો દુઃખાવો બન્યો હતો. વાપી જીઆઈડીસી વિસ્તારમાં ગત અઠવાડિયે ત્રણ મકાન અને એક બંગલામાં ચોરી થઈ હતી. આ મામલે વલસાડ જિલ્લા પોલીસ, એલસીબી અને એસઓજીની ટીમ ચોરીનો ભેદ ઉકેલવા પ્રયાસ કરી રહી હતી. તે દરમિયાન દીપક ઉર્ફે બોબડાની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. પોલીસે આ શખ્સ પાસેથી તાજેતરમાં કરાયેલી ચોરીના સોનાના દાગીના સહિત કૂલ 2.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

આરોપી દીપક સામે અનેક ગુના નોંધાઈ ચુક્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી દીપકે વાપી, દમણ અને સેલવામાં કૂલ 13 ચોરીના ગુનામાં સંડોવાયેલો છે. આરોપી દીપક ઉર્ફે બોબડો દિવસ દરમિયાન મકાન કે બંગલાની રેકી કરતો હતો અને જે મકાન કે બંગલાની પાછળ ગેસ કે પાણીની પાઈપલાઈન અથવા સ્લાઈડિંગ વિન્ડો હોય તે મકાનમાં રાત્રિના સમયે એકલો જ અંધારામાં ચડી જતો હતો અને ચોરી કરીને રફુચક્કર થઈ જતો હતો.

આરોપી દીપક ચોરીના ગુનામાં જેલની હવા પણ ખાઈ ચુક્યો છે પરંતુ જેલમાંથી છુટ્યા બાદ ફરીથી ચોરીના રવાડે ચડી જતો હતો. પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. રિમાન્ડ દરમિયાન પુછપરછમાં વધુ ખુલાસાઓ થઈ શકે છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments