Homeગુર્જર નગરીજૂનાગઢઃ મહાશિવરાત્રિ મેળામાં યાત્રાળુઓ માટે 132 ઉતારા હશે, મનપા સુવિધા પાછળ 1...

જૂનાગઢઃ મહાશિવરાત્રિ મેળામાં યાત્રાળુઓ માટે 132 ઉતારા હશે, મનપા સુવિધા પાછળ 1 કરોડ ખર્ચ કરશે

Team Chabuk-Gujarat Desk: હર હર મહાદેવના નાદ સાથે ભવનાથના મેળાની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે યાત્રાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે જિલ્લા વહિવટીતંત્ર અને મહાનગરપાલિકા દ્વારા વિવિધ કામગીરીઓ હાથ ધરવામાં આવી છે. આ વર્ષે યાત્રાળુઓને ભજન અને ભોજન માટે ૧૩૨ ઉતારાની જગ્યા ફાળવવાની કામગીરી કરવામાં આવી છે. તેમજ જંગલ વિસ્તારમાં ૧૦૦ ઉતારાની જગ્યાઓ ઉતારા મંડળને ફાળવવામાં આવ્યા છે. ભવનાથ મેળામાં લોકોની સુવિધા માટે જૂનાગઢ મનપા દ્વારા રૂ.એક કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

82 કોમર્શિયલ પ્લોટની ફાળવણી

રવેડીના રૂટ તેમજ અન્ય સ્થળે ટ્રાફિક સંદર્ભે જરૂરી બેરીકેટીંગ મેળાના સમય દરમિયાન કરવામાં આવશે. આ વર્ષે ૧૩૨ ઉતારાની જગ્યા ફાળવવાની કામગીરી કરવામાં આવી છે. કુલ–૮ર પ્લોટ કોમર્શિયલ હેતુ માટે ફાળવવા અન્વયે જાહેર હરરાજી કરવામાં આવી છે. કોમર્શિયલ પ્લોટોના ભાડેથી વેંચાણ સબબ અંદાજે રૂા. ૧૪ લાખ જેટલી આવક થાય છે.

પીવાના પાણીનું ક્લોરીનેશન

ભવનાથ ક્ષેત્રને જોડતા શહેરના જૂદા જૂદા રસ્તાઓ પર સૂચક, પાર્કિંગ, નો પાર્કિંગ, બમ્પ અહેડ જેવા જુદા જુદા સાઈન બોર્ડ લગાડવામાં આવશે. મેળામાં આવતા લોકોને પીવાનુ પાણી કલોરીનેશન યુકત મળે તે ધ્યાને લઈ ભવનાથ ક્ષેત્રમાં આવેલ ૫ કુવા તથા ૧૧ બોરના પાણીનુ કલોરીનેશન કરવામાં આવ્યુ છે. ભવનાથ ક્ષેત્રમાં ખાનગી માલીકીના કુલ-૩૬ કુવા તેમજ ૧૬ બોરના પાણીને કલોરીનેશન કરવામાં આવ્યા છે. ભવનાથ ક્ષેત્રમાં ૫૦૦૦ લીટરની કુલ-૫૬ પી.વી.સીની ટાંકીઓ જૂદા જૂદા સ્થળે મુકવામાં આવી છે. તેમજ હાઈડન પણ ફીટ કરવામાં આવેલ છે. ભવનાથ ક્ષેત્રમાં આવેલ તમામ શૌચાલોયમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ઉતારા મંડળોને પાણીના કનેકશનો આપવામાં આવેલ છે.

જૂનાગઢ મનપા દ્વારા રૂ.એક કરોડનો ખર્ચ

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મેળાની કામગીરીમાં મંડપ સર્વિસ તથા બેરીકેટીંગની કામગીરીમાં રૂા.૫૫ લાખ, લાઈટ, સાઉન્ડ, એલ.ઈ.ડી. વગેરેમાં રૂા.૨૫ લાખ, સાફ સફાઈ, પાણી પુરવઠા વગેરેમાં રૂા.૧૫ લાખ તથા અન્ય પરચૂરણ ખર્ચ રૂા.૫ લાખ સહિત કુલ રૂા.૧ કરોડનો ખર્ચ કરવામાં આવશે.

અફલાતુન લાઈટિંગ ઝળહળશે ભવનાથ

ભવનાથ ક્ષેત્રમાં મેળા સમયે તેમજ રવેડીના સમયે લાઈટીંગ વ્યવસ્થા કરવામાં આવશે. જે અંતર્ગત હાઈમાસ્ટ ટાવર-૧૫, ટયુબ લાઈટ-૩૦૦૦, એલ.ઈ.ડી. ફલ્ડ લાઈટ-૭૦૦ સમગ્ર ભવનાથ ક્ષેત્રમાં ફીટ કરવામાં આવેલ છે. તેમજ પાંચ સ્થળે જનરેટર(સોનાપુર, જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ, શનિદેવ મંદિર પાસે, ભવનાથ પ્રાથમિક શાળા પાસે, રૂપાયતન રોડ પાસે)ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ જીવંત પ્રસારણ અર્થે એલ.ઈ.ડી. સ્ક્રીન(મંગલનાથ જગ્યા ઉપર, દત્ત ચોક, ઇન્દ્રભારથી ગેઈટ પાસે, ભગીરથ વાડી પાસે, પોલીસ ચોકી સામે) તેમજ સાઉન્ડ સીસ્ટમ રાખવામાં આવેલ છે. તમામ અન્નક્ષેત્ર તથા ઉતારાઓને ફ્રી લાઈટની વ્યવસ્થા કરવામાં આવશે.

સફાઈ પર પુરતુ ધ્યાન

ભવનાથ ક્ષેત્રમાં સફાઈ વ્યવસ્થાને ધ્યાને લઈ ઝોન બનાવી સફાઈ કામદારો રોકવામાં આવશે. ભવનાથ ક્ષેત્રના ૭ જાહેર શૌચાલયો, ૪ મોબાઈલ ટોયલેટ વાન, ૨  પે એન્ડ યુઝ ટોયલેટ આમ કુલ ૧૫૦ યુરીનલ તથા શૌચલય બ્લોક કાર્યરત કરવામાં આવશે. કચરો એકત્ર કરવા માટે જૂદા જૂદા ૬ સ્થળે કન્ટેનર મુકવામાં આવશે. તેમજ ડોર ટુ ડોર કચરો એકત્રીકરણ વાહનો મારફત કરવામાં આવશે. ધાર્મિક સ્થળો, ઉતારા તેમજ ખાણીપીણીના સ્ટોલ પરથી રોજે રોજ કચરો એકત્રીકરણ કરવાની વ્યવસ્થા કરવામાં આવશે. મહાનગરપાલિકા, જૂનાગઢના ૧૦૦ સફાઈ કામદારો તથા પ્રાઈવેટ એજન્સીના કામદારો ધ્વારા સઘન સફાઈ વ્યવસ્થાની કાર્યવાહી કરવામાં આવશે.

ફાયર સ્ટાફ ખડેપગે રહેશે

ભવનાથ ક્ષેત્રમાં હંગામી ફાયર સ્ટેશન બનાવવામાં આવશે. ભવનાથ ઝોનલ ઓફિસ, જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ, ભવનાથ પોલીસ સ્ટેશનની બાજૂમાં, ભવનાથ રીંગ રોડ, જૂનાગઢ સીટી ફાયર સ્ટેશન ભવનાથ ખાતે પેટ્રોલીંગ અર્થે મીની ફાયર ફાઈટર તથા ફાયર બલેટ રાખવામાં આવશે. તેમજ આજુબાજૂની નગરપાલિકા કેશોદ, વેરાવળ, ધોરાજી, જેતપુર તથા રાજકોટ મહાનગરપાલિકા પાસેથી જરૂરીયાત મુજબના વધારાના ફાયર ફાઈટર સ્ટાફ સાથે મેળવી ડ્યટી ફાળવવામાં આવી છે.

ભવનાથ ક્ષેત્રમાં સેન્ટ્રલ કન્ટ્રોલ રૂમ

ભવનાથ ક્ષેત્રમાં એક સેન્ટ્રલ કન્ટ્રોલ રૂમ ભવનાથ ઝોનલ કચેરી ખાતે બનાવવામાં આવશે. જેમાં ફોન, ઈન્ટરનેટ સુવિધાની વ્યવસ્થા રાખવામાં આવશે.(ફોન નં. ૦૨૮૫ -૨૬૨૧૪૩૫, ૨૬૨૨૦૧૧ (તા.૨૧-૨-૨૨ થી કાર્યરત) તથા દત્ત ચોક માહિતી કેન્દ્ર ૦૨૮૫-૨૬૨૦૧૮૦, ૨૬૫૩૮૨૦(તા.૨૪/૨/૨૦૨૨થી કાર્યરત) સદરહુ કન્ટ્રોલ રૂમ ખાતે મેળાની કામગીરીમાં રોકાયેલ તમામ વિભાગના કર્મચારીઓને સબંધીત વિભાગ મારફત ફરજો સોપવામાં આવી છે. મહાનગરપાલિકા, જૂનાગઢ દ્વારા લોકોની સુવિધા અર્થે દત્ત ચોક ખાતે માહિતી કેન્દ્ર શરૂ કરવામાં આવશે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments