Team Chabuk-Gujarat Desk: વલસાડમાં એક યુવકને શાળાની વિદ્યાર્થિનીઓ સામે સારી ઈમેજ બનાવવાનું ભારે પડી ગયું છે. શાળાની વિદ્યાર્થિનીઓ તેના તરફ આકર્ષાય તે માટે કાર પર ચડીને સ્ટંટ કરતા આ યુવકને પોલીસે ઝડપી શાન ઠેકાણે લાવી દીધી છે. મળતી વિગતો પ્રમાણે વલસાડની એસપી કચેરી પાસે કોન્વેન્ટ સ્કૂલ આવેલી છે. આ શાળામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરી રહી છે. ત્યારે દરરોજ સ્કૂલ છૂટવાના સમયે એક નબીરો પોતાની કાર લઈને શાળા પાસે પહોંચી જતો હતો અને વિદ્યાર્થિનીઓને આકર્ષવા માટે કાર સાથે સ્ટંટ કરતો હતો.
કોન્વેન્ટ સ્કૂલ પાસેથી એસપી સર્કલ સુધી આ યુવક કારના સન રૂફ ખોલીને કારની છત પર બેસી જતો હતો અને શાળામાંથી છૂટતી વિદ્યાર્થિનીઓ ઉપર પોતાની ઈમ્પ્રેશન જમાવવાની અખતરા કરતો હતો. શાળાની વિદ્યાર્થિનીઓમાં પોતાના તરફ આકર્ષણ થાય તે માટે આ યુવક કાર પર ચડીને સ્ટંટ કરતો હતો. સ્ટંટ કરતો આ યુવકનો વીડિયો વાઇરલ થતાં વલસાડ સિટી પોલીસે ચાલુ કારમાં સ્ટંટ કરનાર યુવકને ઝડપીને પુછપરછ હાથ ધરી હતી.
વિદ્યાર્થિનીઓમાં ઈમ્પ્રેશન જમાવવાના પ્રયત્નો કરનાર આ યુવક પોલીસના હાથે ઝડપાયો હતો. પોલીસે આ યુવકની ધરપકડ કરીને કાર જમા કરી લીધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આમ વિદ્યાર્થિનીઓમાં પોતાની છાપ ઉભી કરવાના પ્રયત્નો કરતાં આ યુવકની શાન ઠેકાણે આવી ગઈ છે.
મહત્વનું છે કે, ઘણી બધી જગ્યાએ શાળાઓની આસપાસ આવા યુવકો આટાંફેરા મારતાં રહેતા હોય છે અને પોતાની આવી હરકતોથી વિદ્યાર્થિનીઓને પોતાના તરફ આકર્ષવાના પ્રયત્નો કરતાં હોય છે. ઘણી વખત શાળાની વિદ્યાર્થિનીઓ સાથે આવા યુવકો છેડતી પણ કરતાં હોય છે. મોંઘી ગાડીઓ અને બાઈક લઈને ચક્કર મારતાં આવા યુવકોની જાળમાં ભોળી યુવતીઓ ફસાઈ જતી હોય છે અને પછી પોતાની જિંદગી દાવ પર મૂકી દેતી હોય છે. ત્યારે આવા છેલબટાઉ યુવકોને કાયદાનું ભાન કરાવવું જરૂરી છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત