Homeદે ઘુમા કેકોહલીને વિશ્વકપમાંથી બહાર ફેંકાય ગયેલી આર્યલેન્ડની ટીમના ખેલાડીનો રેકોર્ડ તોડવાની તક છે,...

કોહલીને વિશ્વકપમાંથી બહાર ફેંકાય ગયેલી આર્યલેન્ડની ટીમના ખેલાડીનો રેકોર્ડ તોડવાની તક છે, પણ એ રેકોર્ડ છે શું?

Team Chabuk-Sports Desk: ટી ટ્વેન્ટી વિશ્વકપમાં આજે ભારત અને પાકિસ્તાન આમને સામને છે. મેચ સાંજના 7-30 શરૂ થશે. સાત વાગ્યે ટોસ થશે. આ મેચ અને મેચ નહીં તો વિશ્વકપમાં ભારતીય ટીમના કેટલાક ખેલાડીઓને ખાસ રેકોર્ડ બનાવવાની તક છે.

બુમરાહ

ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની પાસે રેકોર્ડ બનાવવાની તક છે. ટી ટ્વેન્ટી આંતરાષ્ટ્રીયમાં બુમરાહની 50 મેચમાં 59 વિકેટ છે. ભારત તરફથી સર્વાધિક વિકેટ ઝડપવામાં બુમરાહ હાલ બીજા ક્રમે છે. સૌથી ટોચ પર ભારતીય સ્પીનર યુઝવેન્દ્ર ચહલનું નામ છે. ચહલને વિશ્વકપની ટીમમાં સ્થાન નથી મળ્યું. એવામાં બુમરાહની પાસે ચહલને પાછળ છોડવાની તક છે.

રોહિત શર્મા

ભારતીય ઓપનર રોહિત શર્મા ટી ટ્વેન્ટી આંતરાષ્ટ્રીયમાં સૌથી વધારે રન કરવાના મામલે ત્રીજા નંબર પર છે. તેણે અત્યાર સુધીમાં 11 ટી ટ્વેન્ટીમાં 32.54ની એવરેજથી 2864 રન બનાવ્યા છે. બીજા નંબર પર ન્યૂઝીલેન્ડની ટીમના ખેલાડી માર્ટિન ગુપ્ટિલ છે. તેણે 102 મેચમાં 2939 રન બનાવ્યા છે. રોહિત શર્મા જો પાકિસ્તાનની વિરૂદ્ધ 76 રન બનાવે છે, તો એ ગુપ્ટિલને પાછળ છોડી દે છે. ટી ટ્વેન્ટી આંતરાષ્ટ્રીયમાં ચોગ્ગા લગાવવાના મામલે રોહિત શર્મા ચોથા નંબર પર છે. તેના નામે 252 ચોગ્ગા છે. પાંચ ચોગ્ગા ફટકારતા રોહિત ત્રીજા નંબર પર રહેલા માર્ટિનના રેકોર્ડને તોડી નાખશે. એટલે કે રોહિત આજ નહીં તો કાલ માર્ટિનના રેકોર્ડને પાછળ છોડશે.

રોહિત

રોહિત જો એક કેચ ઝડપે છે તો આંતરાષ્ટ્રીય ટી ટ્વેન્ટીમાં સૌથી વધારે 43 કેચ કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બની જશે. ફિલ્ડર તરીકે રોહિત શર્મા સુરેશ રૈનાની સાથે સંયુક્ત રીતે પ્રથમ નંબરના સ્થાન પર છે. બંનેએ 42-42 કેચ પકડ્યા છે. સૌથી વધારે કેચમાં ધોનીનું નામ મોખરે છે, પણ વિકેટકિપર તરીકે. ધોનીએ T20 આંતરાષ્ટ્રીય કરિયરમાં 91 કેચ ઝડપ્યા છે.

વિરાટ કોહલી

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પાસે એક મોટો વિશ્વ રેકોર્ડ બનાવવાની તક છે. ટી ટ્વેન્ટી આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં કોહલીએ અત્યાર સુધીમાં 285 ચોગ્ગા ફટકાર્યા છે. આ લિસ્ટમાં તે બીજા નંબર પર છે. જો કોહલી આ વિશ્વકપમાં 15 ચોગ્ગા ફટકારે છે, તો એ ટી ટ્વેન્ટીમાં ત્રણસો ચોગ્ગા ફટકારનારો વિશ્વનો પ્રથમ ક્રિકેટર બની જશે. હાલ આર્યલેન્ડનો પોલ સ્ટર્લિંગ 295 ચોગ્ગા સાથે ટોપ પર છે. તેની ટીમ વિશ્વકપમાંથી બહાર થઈ ગઈ છે. એવામાં કોહલીની પાસે રેકોર્ડ બનાવવાની પૂરતી તક છે. કોહલીએ પોલનો કિર્તીમાન તોડવા માટે 11 ચોગ્ગા ફટકારવાના છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments