Homeગુર્જર નગરીઉનાના આ ગામના લોકોએ જાતે જ 25 વીજપોલ ઊભા કરી જાત મહેનત...

ઉનાના આ ગામના લોકોએ જાતે જ 25 વીજપોલ ઊભા કરી જાત મહેનત ઝિંદાબાદનું ઉદાહરણ સાર્થક કર્યું

Team Chabuk-Gujarat Desk: ગુજરાતના સૌરાષ્ટ્રમાં તોકતે વાવાઝોડુ આવ્યું અને ગિર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની આસપાસના વિસ્તારોને ભારે અસર પહોંચાડી. ઉના સહિતના આસપાસના વિસ્તારોમાં ઝાડથી લઈને વીજળી સહિતનો તમામ પૂરવઠો ખોરવાયો હતો. આધુનિક સમયે પણ અને વિકાસ થયો હોવા છતાં આ પૂરવઠો સક્રીય કરતાં તંત્રને આંખે પાણી આવી ગયા હતા. ત્યારે હવે વાવાઝોડાથી કેટલાક એવા ગામો પણ પ્રભાવિત થયા છે જેમને ખૂદ વીજપોલ ઊભા કરવાની નોબત આવી પડી છે.

આમ તો કહેવાય કે પાણી માટે વલખાં મારતા હોય પણ આ ગામના લોકો વીજળી માટે એક મહિનાથી વલખાં મારી રહ્યા હતા. તેઓ જ નહીં તેમના પશુઓ, બાળકો તમામ વલોપાત કરી રહ્યા હતા. જેનો ઉકેલ લાવવા માટે આખરે ગામના લોકોએ જ આગળ આવવું પડ્યું છે.

34 દિવસનો લાંબો સમયગાળો પસાર થઈ ચૂક્યો હોવા છતાં ઉમેજ ગામના લોકોએ આખરે પોતાના ખભા પર સમસ્યાનો આખો ભાર ઉપાડવો પડ્યો હતો. 34 દિવસ પહેલા ખેતીવાડીનો વીજપૂરવઠો ઠપ્પ થયો હતો તે ચાલુ જ નહોતો થઈ રહ્યો. આખરે હાથ ઉપર હાથ રાખીને બેસવાની જગ્યાએ ગ્રામ્યજનોએ પોતે કમર કસી.

આ ગામમાં ખેતીવાડી સાથે સંલગ્ન હોય તેવા સાંઈઠ ટકા લોકો વસવાટ કરે છે. છેલ્લા એક મહિનાથી પશુઓ પાણી વિના વલોપાત કરી રહ્યા છે. જોકે તંત્રના પેટનું પાણી ન હલ્યું એટલે ગ્રામ્યજનોએ જાત મહેનત ઝિંદાબાદના ઉદાહરણને સાર્થક કરી બતાવતા પોતે જ વીજપૂરવઠો સક્રીય કરવા માટે બે બે હાથ કર્યા.

ગ્રામજનોએ ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે, પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારનો સાથ કે સહકાર પ્રાપ્ત થયો નથી. જેથી જાતે જ કામગીરી શરૂ કરી દીધી છે. આ માટે 250 લોકોની ટીમ બનાવી હતી. 50-50 લોકોના તેમાંથી જૂથ બનાવવામાં આવ્યા. દિવસ રાત એક કરીને આ લોકોએ 25 વીજપોલ ઊભા કરી દીધા. હજુ પણ ખેડૂતોને અન્ય વીજપોલ ઊભા કરવા પડે એમ છે. રામેશ્વર ગામેથી ખેતીવાડી લાઈન શરૂ કરવા 200 વીજપોલની આવશ્યકતા છે. આ લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે અને ઉપરથી ચોમાસુ પણ બેસી ગયું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments