Homeગુર્જર નગરીવાવાઝોડા બાદ રાજ્યમાં શાકભાજીના ભાવ આકાશને આંબી ગયા

વાવાઝોડા બાદ રાજ્યમાં શાકભાજીના ભાવ આકાશને આંબી ગયા

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં આફત બનીને આવેલા તૌકતે વાવાઝોડાના કારણે ખેતી પાકોને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે. વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં શાકભાજી સહિતના પાકને મોટું નુકસાન થયું છે. ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. શાકભાજીના પાકને નુકસાન થતાં શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થયો છે.

વાવાઝોડું અને કમોસમી વરસાદની સાથે ભારે પવનના કારણે ખેતરમાં શાકભાજીના પાકને નુકસાન થયું છે. જેના કારણે શાકભાજી માર્કેટમાં પૂરતો જથ્થો આવી રહ્યો નથી જેના કારણે શાકભાજીના ભાવ આકાશને આંબી રહ્યા છે. રાજ્યમાં સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં શાકભાજીના ભાવ વધતાં ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે. વાવાઝોડા પહેલાં શાકભાજીના જે ભાવ હતાં તેમાં હાલ 50 થી 60 ટકાનો વધારો જોવા મળ્યો છે. જેના કારણે લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે.

વાવાઝોડા પછી ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં આવતાં શાકભાજીમાં હાલ 50 થી 60 ટકાનો વધારો જોવા મળ્યો છે. વાવાઝોડાના કારણે ખેતરમાં શાકભાજીના પાકને નુકસાન પહોંચતા હાલ માર્કેટમાં પૂરતા પ્રમાણમાં શાકભાજીની આવક થઈ રહી નથી. જેની અસર ભાવ પર પડી રહી છે. આ વખતે ઉનાળુ શાકભાજીની આવકમાં પણ મોટા ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં વાવાઝોડા અને કમોસમી વરસાદે શાકભાજીના પાકને બરબાદ કરી નાખ્યો છે. મળતી માહિતી પ્રમાણે સુરતમાં ઉનાળુ શાકભાજીની માત્ર 10 થી 15 ટકા ફસલ જ બચી છે.

અમદાવાદમાં શાકભાજીના ભાવ

શાકભાજીજૂનો ભાવ (રૂપિયા પ્રતિ કિલો)હાલનો ભાવ (રૂપિયા પ્રતિ કિલો)
ફ્લાવર60100
કારેલા60108
ટીંડોળા60120
ગુવાર40-50120

સુરતમાં શાકભાજીના ભાવ

શાકભાજીજૂનો ભાવ (રૂપિયા પ્રતિ કિલો)હાલનો ભાવ (રૂપિયા પ્રતિ કિલો)
ફ્લાવર60100
કોબીજ1540
ચોળી60100
કારેલા4560
તુરીયા70120
ગલકા2540
ગુવાર5080
સરગવો2080
ટામેટા2025
લીલા વટાણા80120
મરચા4060
ગાજર2540

વાવાઝોડાના કારણે શાકભાજીના પાકને નુકસાન થયું હોવાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી આવતા શાકભાજીમાં ઘટાડો થયો છે. જેના કારણે શાકભાજીના ભાવ વધ્યા છે. જેની સીધી અસર સામાન્ય લોકોના બજેટ પર પડી રહી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments