Homeદે ઘુમા કેIPL-2021ની બાકી મેચ UAEમાં રમાશે

IPL-2021ની બાકી મેચ UAEમાં રમાશે

Team Chabuk-Sports Desk: IPL-2021ની બાકી રહેલી મેચો ક્યાં રમાશે તેવા સવાલો ઘણા દિવસથી પૂછવામાં આવી રહ્યા હતા જો કે આ સવાલનો જવાબ આજે મળી ગયો છે. IPL સિઝન 14ની બાકી રહેલી મેચો UAEમાં રમાડવામાં આવશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આજે આ અંગે સત્તાવાર જાહેરાત કરી દીધી છે.

આજે શનિવારે BCCIની વીડિયો કોન્ફરન્સના માધ્યમથી એક સ્પેશિયલ જનરલ મીટિંગ મળી હતી. આ મીટિંગમાં IPL સિઝન 14ની બાકી રહેલી મેચો ક્યાં રમાડવી તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને બાકી રહેલી 31 મેચ UAEમાં રમાડવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. IPL સિઝન 14ની બાકીની મેચો ઓક્ટોબર-સપ્ટેમ્બરમાં UAEમાં રમાશે.

આ મીટિંગમાં BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ જણાવ્યું કે આ સિઝનની IPLની બાકીની 31 મેચ UAEમાં રમાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બોર્ડે જણાવ્યું કે, UAEમાં તેમના ત્રણ મેદાન અબુધાબી, શારજાહ અને દુબઈમાં બાકીની મેચો રમાડવા માટે તૈયાર છે.

જો કે હજુ ભારતમાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપ અંગે કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. મળતી માહિતી પ્રમાણે ટી-20 વર્લ્ડ કપ અંગે 1 જૂને આઈસીસી સાથે મીટિંગ થવાની હતી. આ અંગે બીસીસીઆઈએ આઈસીસી પાસે નિર્ણય લેતા પહેલા સમય પણ માંગ્યો છે.

મહત્વનું છે કે, ભારતમાં કોરોનાની બીજી લહેર ઘાતક નિવડતાં અધવચ્ચેથી IPL સિઝન 14ની મેચો પડતી મૂકવામાં આવી હતી. કેટલીક ટીમના ખેલાડીઓ પણ કોરોનાની ચપેટમાં આવી જતાં IPLને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments