Team Chabuk-Gujarat Desk: વડોદરાની MS યુનિવર્સિટીની હોસ્ટેલમાં ચિકન અને દારૂની પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેને પગલે યુનિવર્સિટી સત્તાધીશો દોડતા થઈ ગયા છે અને આ મામલે તપાસ શરૂ કરી છે. વડોદરા શહેરમાં હાલ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં કેટલાક યુવાનો દારૂ અને ચિકનની પાર્ટી કરી રહ્યા છે. આ વીડિયો વડોદરા શહેરની MS યુનિવર્સિટીના એમ.એમ. હોલનો હોવાનું જાણવા મળ્યું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં ‘ચિકન કુકડુ કુ’ ગીત વાગે છે. આ ઉપરાંત હોસ્ટેલ રૂમમાં બેસીને કેટલાક વિદ્યાર્થીઓ દારૂની પાર્ટી કરતા પણ દેખાય છે. આ વીડિયોના પગલે MS યુનિવર્સિટી સત્તાધીશોએ તપાસ શરૂ કરી છે.
20 દિવસ પહેલાં જ વડોદરાની MS યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં ફ્રેશર્સ પાર્ટીમાં પોલીસે રેડ પાડી હતી. જોકે, ફેકલ્ટીમાંથી કશું હાથ લાગ્યું ના હતું અને આ માત્ર અફવા નીકળી હતી. વિદ્યાર્થીઓની ફ્રેશર્સ પાર્ટી બગડતા વિદ્યાર્થીઓ પણ રોષે ભરાયા હતા. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના સ્વાગત માટે સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા ફ્રેશર્સ પાર્ટીનું આયોજન કરાયું હતું. જોકે, ફેશર્સ પાર્ટીની શરૂઆત થવાની સાથે જ પોલીસની એન્ટ્રી થઇ ગઇ હતી અને સમગ્ર ફેકલ્ટીમાં ચેકિંગ હાથ ધર્યું હતું. પરંતુ વાંધાજનક કહેવાય તેવું કાંઇ પણ મળ્યું ના હતું.
અઢી મહિના પહેલાં MS યુનિવર્સિટીની એલ.બી.એસ બોય્ઝ હોસ્ટેલમાં દારૂની પાર્ટી ચાલી રહી હતી. રૂમ નંબર 14માં બે વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા, ત્યારે યુનિવર્સિટી વિજિલન્સ ટીમને બાતમી મળતા દરોડો પાડ્યો હતો. જેમાં LLBમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ દારૂ પીતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. જેથી પોલીસે બંને વિદ્યાર્થીઓ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધીને અટકાયત કરી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
