Team Chabuk-National Desk: કાસરગોડના શ્રી અનંત પદ્મનાભ સ્વામી મંદિરના શાકાહારી મગર બાબિયાનું નિધન થયું છે. રવિવારે મોડી રાત્રે બાબિયાએ અંતિમ શ્વાસ લીધા હતા. આ મગર સંપૂર્ણ શાકાહારી હતો એટલું જ નહીં તે ભોજનમાં માત્ર પ્રસાદી જ ગ્રહણ કરતો હતો. બાબિયાએ તળાવની કોઈ માછલી કે અન્ય પ્રાણીને ક્યારેય નુકસાન નથી પહોંચાડ્યું. આ બાબિયા નામના મગરને મંદિરનો રક્ષક પણ માનવામાં આવતી હતો.
મંદિરના અધિકારીઓ મુજબ બાબિયા મગર શનિવારથી જ ગૂમ હતો. રવિવારે રાત્રે સાડા અગિયાર વાગ્યે તેનો મૃતદેહ મળ્યો. જેની સૂચના પોલીસ અને પશુપાલન વિભાગને આપી દેવાઈ છે. મગરના અંતિમ દર્શન માટે નેતાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી શોભા કરંદલાજે બાબિયા મગરને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે આશા છે કે, 70થી વધુ વર્ષો સુધી મંદિરની રક્ષા કરનારા બાબિયાને મોક્ષ મળે. સ્વર્ગસ્ત મગર ભાત અને ગોળનો પ્રસાદ ગ્રહણ કરી તળાવમાં 70થી વધુ વર્ષો સુધી રહ્યો અને મંદિરની રક્ષા કરી. તેને સદગતી પ્રાપ્ત થાય ઓમ શાંતિ.
તો કેરળ ભાજપના પ્રદેશ અધ્યક્ષે પણ બાબિયા મગરને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે કહ્યું કે, બાબિયા જતો રહ્યો. લાખો ભક્તોએ તેને ભગવાનની છબીના રૂપમાં જોઈને તેના દર્શન કર્યા છે.
કેરળના જાણીતા અનંથાપુરા તળાવ મંદિરની રક્ષા કરતો બાબિયા મગર સંપૂર્ણ શાકાહારી હતો. તે માત્ર ભાત અને ગોળ જ ખાતો હતો. માનવામાં આવે છે કે અંદાજે 70થી 75 વર્ષથી તે દિવસ રાત મંદિરની રક્ષા કરતો હતો. તે મંદિરની આસપાસ જ નદીમાં રહેતો હતો. હજારો લોકો આ મંદિરે માત્ર બાબિયાને જોવા પણ આવતા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
