Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ જિલ્લામાં સારો વરસાદ થતાં નદી અને ડેમ છલોછલ ભરાય ગયા છે. વરસાદના કારણે પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી છે. લોકો પ્રકૃતિનો આનંદ માણવા માટે વિવિધ ફરવા લાયક સ્થળે જઈ રહ્યા છે. ત્યારે જૂનાગઢના વિલિંગ્ડન ડેમનો એક વીડિયો વાયરલ થયો છે. વરસાદના કારણે ભરાય ગયેલા વિલિંગ્ડન ડેમમાં છલાંગ લગાવતાં કેટલાક યુવાનોનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે વિલિંગ્ડન ડેમમાં યુવાનો જીવના જોખમે કૂદકા મારી રહ્યા છે.
હાલ વિલિંગ્ડન ડેમ વરસાદના પાણીથી ભરાય જતાં દરરોજ મોટી સંખ્યામાં પર્યટકો ડેમ સાઈટ પર આવી રહ્યા છે. વિલિંગ્ડન ડેમની આસપાસ હરિયાળી પણ નયનરમ્ય હોવાથી લોકો પ્રકૃતિનો આનંદ માણવા માટે ડેમ પર આવી રહ્યા છે. ત્યારે ડેમમાં કૂદકા મારતાં યુવકોને એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ડેમ પર આવેલા પૂલ પરથી કેટલાક યુવકો ડેમના પાણીમાં કૂદકા મારતાં નજરે પડે છે અને કેટલાક યુવકો નીચે પુલ પર દેખાઈ રહ્યા છે.
વિલિંગ્ડન ડેમમાં છલાંગ લગાવતા યુવકો pic.twitter.com/HAP7BkPU52
— thechabuk (@thechabuk) July 29, 2021
વિલિંગ્ડન ડેમમાં છલાંગ મારી રહેલા આ યુવકોનો વીડિયો કોઈ પ્રવાસીએ ઉતારીને વાયરલ કર્યો છે. વીડિયો સામે આવતાં તંત્ર સામે પણ સવાલો થઈ રહ્યા છે. કેમ કે જ્યારે આ યુવકો ડેમમાં છલાંગ મારી રહ્યા હતા ત્યારે કોઈ સુરક્ષા ગાર્ડ પણ સ્થળ પર હાજર ન હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે. ત્યારે આ પ્રકારે જોખમી છલાંગ લગાવતાં યુવકો પર રોક કોણ લગાવશે તે પણ સવાલ થઈ રહ્યો છે. જીવના જોખમે વિલિંગ્ડન ડેમમાં છલાંગ લગાવતા આ યુવકો સાથે જો કોઈ દુર્ઘટના ઘટે તો આ અંગે કોણ જવાબદાર ગણાશે ? આવા જોખમી સ્ટંટ કરનારાઓને કોણ રોકશે ? ડેમ પર દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે ત્યારે સુરક્ષા માટે કેમ કોઈ ગાર્ડ કે માણસો રાખવામાં નથી આવતા ?
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત